Tokyo Olympics: નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ, ઓલમ્પિકમાં 13 વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ

જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) ની ફાઇનલમાં નીરજ ચોપડા (Neeraj Chopra) ની શાનદાર શરૂઆત રહી હતી. તેમણે પ્રથમ પ્રયાસમાં 87.03 અને બીજા પ્રયાસમાં 87.58 અને ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર અંતર પાર પાડ્યું હતું.

Tokyo Olympics: નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ, ઓલમ્પિકમાં 13 વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ

નવી દિલ્હી: ભારતીય જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) નીરજ ચોપડા (Neeraj Chopra) ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) માં ઇતિહાસ રચ્યો છે. તેમણે ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે 87.58 ની સર્વશ્રેષ્ઠ અંતર પાર કરતાં ગોલ્ડ મેડલ પર કબજો કરી લીધો છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ નીરજ પોતાના ગ્રુપમાં ટોપ પર રહ્યા હતા. તમને જણાવી દઇએ કે બીજિંગ ઓલમ્પિક બાદ આ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપડાની જીત બાદ પીએમ મોદી ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી. 

નીરજે રચ્યો ઇતિહાસ
જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) ની ફાઇનલમાં નીરજ ચોપડા (Neeraj Chopra) શરૂઆતથી જ આગળ રહ્યા હતા. તેમણે પ્રથમ પ્રયાસમાં 87.03 અને બીજા પ્રયાસમાં 87.58 અને ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર અંતર પાર પાડ્યું હતું. આ સાથે જ તેમણે પોતાના ક્વોલિફિકેશન રેકોર્ડ કરતાં વધુ દૂર ભાલો ફેંક્યો હતો. જૈવલિન થ્રોમાં આ ભરતનો અત્યાર સુધીનો સૌથી પ્રથમ મેડલ છે. એટલું જ નહી એથલેટિક્સમાં પણ આ ભારતનો પ્રથમ મેડલ છે. 

— Narendra Modi (@narendramodi) August 7, 2021

 

13 વર્ષ બાદ મળ્યો ગોલ્ડ
ઓલમ્પિક રમતોમાં આ ભારતનો 13 વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપડા પહેલાં બીજિંગ ઓલમ્પિકમાં શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઓલમ્પિકમાં ભારતનો કુલ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતે હોકીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. 

આખા દેશને ગોલ્ડની આશા
નીરજ ચોપડા (Neeraj Chopra) પાસે આખા દેશને આજે ગોલ્ડ મેડલ (Gold Medal) ની આશા હતી જેના પર તે ખરા ઉતર્યા છે. આમ એટલા માટે છે કારણ કે તેમણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 86.65 દૂર ભાલો ફેંકી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. નીરજ ભારતને ટોક્યોમાં પ્રથમ ગોલ્ડ મેડલ (Gold Medal) જીતાડવાનો દાવેદાર હતા. 

અત્યાર સુધી ભારતના 6 મેડલ
ટોક્યો ઓલમ્પિકમાં ભારત (India) અત્યાર 2 સિલ્વર અને 4 કાંસ્ય સહિત કુલ 6 મેડલ જીતી ચૂકી છે. ભારત તરફથી મીરાબાઇ ચાનૂ (વેટ લિફ્ટિંગ) અને રવિ દહિયા (કુશ્તી)એ સિલ્વર મેડલ જીત્યો છે. તો બીજી તરફ પીવી સિંધુ, બજરંગ પૂનિયા, લવલીના અને ભારતીય હોકી ટીમે ભારત માટે બ્રોન્જ જીત્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news