VIDEO: એન્જેલો મેથ્યુસ સામે ICC કરી શકે છે કાર્યવાહી, Time Out પછી ગુસ્સો આસમાને, હેલ્મેટ જમીન પર પછાડ્યું
ટાઇમ આઉટ થયા પછી, ડ્રેસિંગ રૂમમાં પરત ફરતી વખતે એન્જેલો મેથ્યુસે પોતાનું બેટ જમીન પર પછાડ્યું હતું. તેણે પોતાનો બધો ગુસ્સો હેલ્મેટ પર ઠાલવ્યો હતો. બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ હસને મેથ્યુસ સામે ટાઈમ આઉટની અપીલ કરી અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો.
Trending Photos
નવી દિલ્હીઃ શ્રીલંકન ક્રિકેટ ટીમનો અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસ (Angelo Mathews) મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બાંગ્લાદેશ સામે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 38મી મેચમાં મેથ્યુસ સમય આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. મતલબ કે મેથ્યુસ એકપણ બોલ રમ્યા વગર આઉટ થઈ ગયો હતો. આઉટ થયા બાદ મેથ્યુઝે હેલ્મેટ પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. પેવેલિયન પરત ફરતી વખતે મેથ્યુસે હેલ્મેટ જમીન પર ફેંકી દીધું હતું. મેથ્યૂસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઇ બેટ્સમેનને ટાઇમ આઉટ આપવામાં આવ્યો હોય.
એન્જેલો મેથ્યુસ જેવો ક્રીઝ પર પહોંચ્યા અને હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું કે તરત જ તેનો પટ્ટો તૂટી ગયો. તેણે ડ્રેસિંગ રૂમમાંથી બીજું હેલ્મેટ લાવવાનો ઈશારો કર્યો પણ તેમાં બે મિનિટથી વધુ સમય લાગ્યો. આ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મેથ્યુસ સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી અને અમ્પાયર મારાઈસ ઈરાસ્મસે તેને આઉટ જાહેર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે બીજો બેટ્સમેન આગલો બોલ ફેંકતા પહેલા આઉટ થયો હતો.
Shame on you Shakib Al Hasan
No game spirit. This is poorer than Mankad.😡😡😡
You should learn lesson of spirit of cricket from Rohit Sharma.
Shakib appealed against Angelo Mathews for timeout and he was given out.#BANvSL #AngeloMathews #timedout #SriLankaCricket #CWC23 pic.twitter.com/EM75FDRquj
— Vipin Yadav (@vpy2711) November 6, 2023
શાકિબે અપીલ પાછી ખેંચવાનો ઇનકાર કર્યો
એન્જેલો મેથ્યુઝે અમ્પાયર અને શાકિબ સાથે વાત કરી અને પોતાના હેલ્મેટનો તૂટેલો પટ્ટો પણ બતાવ્યો પરંતુ બાંગ્લાદેશના કેપ્ટને અપીલ પાછી ખેંચવાની ના પાડી દીધી અને શ્રીલંકાના બેટ્સમેનને પરત ફરવું પડ્યું. નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી ક્રિકેટમાં આ પ્રકારનું વર્તન કરે છે, તો ICC તેને સજા અથવા દંડ કરી શકે છે.
ચરિત અસલંકાએ સદીની ઇનિંગ રમી હતી
ચરિથ અસલંકાની લડાયક સદી છતાં શ્રીલંકા 279 રનમાં સમેટાઈ ગયું હતું. તેની બીજી સદી દરમિયાન અસલંકાએ 105 બોલમાં પાંચ છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 108 રન બનાવ્યા હતા. તેણે ધનંજય ડી સિલ્વા (34) સાથે છઠ્ઠી વિકેટ માટે 78 રન અને સાદિરા સમરવિક્રમ (41) સાથે ચોથી વિકેટ માટે 63 રન જોડ્યા હતા, પરંતુ તેમ છતાં ટીમ 49.3 ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ માટે ફાસ્ટ બોલર તન્ઝીમ હસન સૌથી સફળ બોલર રહ્યો, જેણે 80 રનમાં 3 વિકેટ લીધી. શરીફુલ ઈસ્લામ (52/2) અને કેપ્ટન શાકિબ અલ હસને (57/2) બે-બે વિકેટ લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે