Wrestlers Protest: યૌન ઉત્પીડન થઈ રહ્યું છે, આત્મહત્યા કરવા માગતી હતી : રડતી આંખોએ વિનેશ ફોગાટે વટાણા વેરી દીધા

Wrestlers Protest At Jantar Mantar: ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહ પર રેસલરોએ યૌન શોષણ જેવા ગંભીર આરોપ લગાવતા જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું છે. 

Wrestlers Protest: યૌન ઉત્પીડન થઈ રહ્યું છે, આત્મહત્યા કરવા માગતી હતી : રડતી આંખોએ વિનેશ ફોગાટે વટાણા વેરી દીધા

નવી દિલ્હીઃ Protest Against WFI President: દેશના ટોચના રેસલરો બુધવારે (18 જાન્યુઆરી) જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. રેસલર્સે તેના પર મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે મહિલા રેસલર વિનેશ ફોગાટનું કહેવું છે કે જ્યાં સુધી પ્રમુખ બદલાશે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. બ્રિજ ભૂષણ સિંહ ભાજપના સાંસદ પણ છે.

ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિયન વિનેશ ફોગાટનું કહેવું છે કે મહિલા કુસ્તીબાજોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કુસ્તી સંઘના પ્રમુખે મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું છે. ફેડરેશન બળપૂર્વક ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકે છે જેથી ખેલાડી રમી ન શકે. જો કોઇપણ ખેલાડીને કંઇક થશે તો તેના માટે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ જવાબદાર રહેશે. જંતર-મંતર ખાતે આ વિરોધ પ્રદર્શનમાં ઓલિમ્પિક મેડલ જીતનાર સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા ખેલાડીઓ સામેલ થયા હતા. લગભગ બે ડઝન કુસ્તીબાજો હડતાળ પર બેઠા હતા.

બજરંગ પુનિયાએ શું કહ્યું?
ઓલિમ્પિયન રેસલર બજરંગ પુનિયાએ કહ્યું કે તે કુશ્તીને દલદલમાંથી બચાવવા માંગે છે, ખેલાડીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. તેણે કહ્યું કે એક-બે દિવસ પહેલા નિયમો બનાવવામાં આવે છે જે ખેલાડીઓ પર લાદવામાં આવે છે. એસોસિએશનના પ્રમુખ માત્ર કોચ અને રેફરીની ભૂમિકા ભજવે છે, ગેરવર્તન કરે છે. એટલું જ નહીં, સ્પોન્સર ટાટા મોટર્સ તરફથી કોઈ મદદ ન મળતાં ખેલાડીઓ લાચારી અનુભવે છે અને ફરિયાદ કરવા પર ખેલાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે.

— ANI (@ANI) January 18, 2023

શું બોલી વિનેશ ફોગાટ?
વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો હતો કે ફેડરેશનના વિશેષ કોચ રાષ્ટ્રીય શિબિરમાં મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરે છે. ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી થતી નથી. પ્રમુખે અનેક મહિલા ખેલાડીઓનું પણ શોષણ કર્યું છે. લખનૌમાં એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેઓ તેમના ઘરમાં અમારું શોષણ કરી શકે, તેઓ અમારા અંગત જીવનમાં દખલ કરે છે.

— ANI (@ANI) January 18, 2023

ફોગાટે કહ્યું કે ટોક્યો ઓલિમ્પિક બાદ મેં પીએમને ફરિયાદ કરી તો તેમણે કહ્યું કે, કંઈ થશે નહીં, પરંતુ ત્યારબાદ એસોસિએશન મને સસ્પેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. મારા જીવને ખતરો છે. ફેડરેશનના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરની પાસે કરોડોની સંપત્તિ છે, તેની તપાસ થાય. આટલી સંપતિ ઓલિમ્પિક મેડલ વિજેતાની પાસે નથી. 

બૃજભૂષણે આપી સફાઈ
રેસલરોના આરોપો પર ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જ્યારે મને ખબર પડી કે ધરણા આપ્યા છે, આરોપ શું છે મારા પર તે જાણતો નથી. પરંતુ હું તત્કાલ ફ્લાઇટની ટિકિટ લઈને આવ્યો. સૌથી મોટો આરોપ જે વિનેશે લગાવ્યો છે, શું કોઈ સામે છે જે કહી શકે કે ફેડરેશને કોઈ એથલીટનું યૌન શોષણ કર્યું? કોઈ તો હોવું જોઈએ. 

— ANI (@ANI) January 18, 2023

તેમણે કહ્યું કે શું છેલ્લા 10 વર્ષથી તેને ફેડરેશન સામે કોઈ સમસ્યા નહોતી? મુદ્દા ત્યારે સામે આવે છે જ્યારે નિયમ લાગૂ કરવામાં આવે છે. કોઈ એથલીટનું શોષણ થયું નથી. જો થયું છે તો હું ફાંસી પર લટકી જઈશ. આમાં કોઈ મોટા વ્યક્તિનો હાથ છે, કોઈ ઉદ્યોગપતિનો હાથ છે, આ ષડયંત્ર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news