हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદમાં શરતો સાથે છૂટછાટ
અમદાવાદમાં શરતો સાથે છૂટછાટ News
Coronavirus
બિનજરૂરી ભીડ કરાશે તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરાશે : અશ્વિની કુમાર
કોરોના અંગેના અપડેટ્સ આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, અમદાવાદના નાયબ મામલતદારનું કોરોના વાયરસમાં મૃત્યુ થતાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨૫ લાખની રકમ આપવાની જાહેરાત કરી છે. દિનેશભાઈ રાવલના પરિવારજનોને આ રકમ આપવામાં આવશે. રૂપિયા 25 લાખનો ચેક આજે આપવામાં આવશે. નોન કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં જનજીવન સામાન્ય થાય એ દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. આજે ઘણી બધી જગ્યાએ ભીડ વધારે જોવા મળી છે. આથી પ્રજાજનોને મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકડાઉનમાં ચારમાં જે છૂટછાટ આપવામાં આવી છે, તે લોકોના હિતમાં આપવામાં આવી છે. આથી સંક્રમણ ન ફેલાય અને જનજીવન સામાન્ય રીતે આગળ વધે તે જરૂરી છે. ચા-પાણી, પાન-મસાલાની દુકાન પર ભીડ ન થાય તે જોવાની સૌની જવાબદારી છે. હેર કટિંગ સલૂનમાં વિશેષ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બિનજરૂરી ભીડ કરવામાં આવશે તો તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરવામાં આવશે.
May 19,2020, 15:25 PM IST
Coronavirus
મહત્વની જાહેરાત, ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવ-જા માટે પાસની જરૂર નથી
નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને પકંજ કુમારે આજે અમદાવાદમાં યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. અહી કોરોના હોસ્પિટલ શરૂ થાય તે પહેલાં નીતિન પટેલે (Nitin Patel) તેનું નિરીક્ષણ કર્યું હતું. યુ.એન.મહેતામાં કોરોનાના 270 જેટલા દર્દીઓની સારવાર કરી શકાય તેવી સગવડ સાથે હોસ્પિટલ શરૂ કરાશે. બીજા, ત્રીજા અને ચોથા માળે કોરોનાના દર્દીઓ માટે યુ.એન.મહેતામાં વ્યવસ્થા કરાશે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં દર્દીઓનું સંખ્યા વધશે એવું અનુમાન અમે આ બિલ્ડીંગમાં ઉપયોગમાં લીધી છે. શરૂઆતમાં જ અમે વહીવટી તંત્રને સાથે રાખી આફત ઓળખી લીધી. દર્દીઓ વધે તો સારી સારવાર થાય તે માટે કોવિડ હોસ્પિટલ નોટિફાય કરી છે. હાલ 1200 બેડ હોસ્પિટલ શરૂ છે, તમામ સાધન સામગ્રીમાં ફેરફાર કર્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ SVPને પણ કોવિડ માટે સુસજ્જ બનાવી છે. માત્ર બે મહિનામાં જ સરકારે અને amc એ ઝડપથી નિર્ણય કરી 1200 બેડ અને svpમાં 2000 બેડની સુવિધા શરૂ કરી છે.
May 19,2020, 13:54 PM IST
Coronavirus
નવા સુધારા સાથે અમદાવાદમાં જાહેરનામુ બહાર પડાયું, જાણી લો હવે શું-શું ખુલ્લુ રાખી શક
લોકડાઉન 4 ના પગલે અમદાવાદમાં સુધારા સાથે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નિર્દેશના આધારે પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા આ જાહેરનામું બહાર પડાયું છે. જેના મુજબ, અમદાવાદ (Ahmedabad)ના પશ્ચિમ વિસ્તારમાં ધંધા રોજગાર ખોલવા મંજૂરી અપાઈ છે. કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાય ધંધા રોજગાર 8 થી 4 દરમિયાન ખોલી શકાશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુ ધંધા-રોજગારને મંજૂરી આપવામાં આવી નથી. પૂર્વ વિસ્તારમાં કોરોના વધુ કેસને પગલે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયનું અમદાવાદ પોલીસ ચુસ્તપણે પાલન કરાવશે. અમદાવાદ પશ્ચિમમાં ધંધા રોજગાર કે દુકાન માલિકોને એકી સંખ્યા અને બેકી સંખ્યા પ્રમાણે ઓડ ઇવન પ્રમાણે દુકાનો ખોલી શકાશે. તો પશ્ચિમ વિસ્તારમાં હેર કટિંગ સલૂન વાહનોના સર્વિસ સ્ટેશન અને ગેરેજ ખોલવા માટે મંજૂરી અપાઈ છે. તો જાહેરનામામાં સ્પષ્ટપણે કહેવાયં છે કે, સાંજે 7 થી સવારના 7 સુધી પોલીસ અમદાવાદમાં લોકડાઉનનો કડકપણ પાલન કરાવશે.
May 19,2020, 14:43 PM IST
Coronavirus
લોકડાઉનમા રાહત મળતા જ ગુજરાતમાં પાટનગર ફરી ધમધમતું થયું, સચિવાલય જતા રોડ પર ટ્રાફિક
રાજ્યનું પાટનગર ગાંધીનગર પુનઃ ધમધમતું થયું છે. સચિવાલય જતા રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલો પણ ચાલુ કરવા પડ્યા એટલો ટ્રાફિક રોડ ઉપર આવી ગયો છે. ગાંધીનગર નું સૌથી જૂનું અને જાણીતું માર્કેટ મીના બજાર ખુલતા કર્મચારીઓ અને ખરીદી કરવા આવનારા લોકોની ભીડ જામેલી જોવા મળી. તો બીજી તરફ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલ કરીને વેપારીઓ વેપાર ધંધો કરી રહ્યા છે. આ સાથે ગ્રાહકો પણ સપોર્ટ આપી રહ્યાં છે. ગ્રાહકો માસ્ક પહેરીને ખરીદી કરવા નીકળેલા જોવા મળ્યા હતા.
May 19,2020, 11:17 AM IST
Coronavirus
56 દિવસ બાદ લોકડાઉન મુક્ત થયેલા અમદાવાદની આ છે તસવીરો, દરેક રસ્તા પર જીવન ધબક્યું
સતત ધબકતુ શહેર અમદાવાદ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે સૌથી વધુ પ્રભાવિત થયું હતું. પરંતુ આખરે 60 દિવસ બાદ જાણે અમદાવાદમાં પ્રાણ ફૂંકાયો હોય તેવુ જોવા મળ્યું. અમદાવાદના રસ્તાઓ પર વાહનો દોડતા જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં દુકાનો શરૂ થઈ હતી. પરંતુ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત હોવાને કારણે હજી પણ અમદાવાદમાં અનેક દુકાનો અને ઓફિસ ખૂલી નથી. ત્યારે તસવીરોમાં જોઈ લો કે, બે મહિના બાદ ખૂલેલા અમદાવાદમાં કેવો માહોલ છે. લોકોમાં કેવો ઉત્સાહ છે.
May 19,2020, 10:57 AM IST
Trending news
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA તૈયાર થાય છે લોકો
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર