2 સ્ટેપ વેરિફિકેશન બાદ ગૂગલ ઓનલાઇન સિક્યોરિટી માટે લાવી રહ્યું છે મજબૂત ફીચર, જાણો ખાસિયત
આઈડેન્ટિટી થેફ્ટથી પરેશાન લોકોની વધતી શોધને ધ્યાનમાં રાખીને ગૂગલે એક નવો પ્લાન તૈયાર કર્યો છે. આઇડેન્ટિટી થેફ્ટની શોધમાં 110 ટકાનો વધારો થયો છે.
Trending Photos
સેન ફ્રાન્સિસ્કોઃ ગૂગલનું કહેવું છે કે વર્ષ 2021 માં 2 સ્ટેપ ગૂગલ એકાઉન્ટ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કર્યા બાદ એકાઉન્ટ હેકિંગના કેસમાં 50 ટકાનો ઘટાડો થયો છે.
એકાઉન્ટ હેકિંગના કેસમાં 50% ઘટાડો
ગત વર્ષે ગૂગલે ટુ-સ્ટેપ વેરિફિકેશન પ્રક્રિયા દ્વારા 150 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ ઉમેર્યા હતા. કંપનીનું કહેવું છે કે તેનાથી એકાઉન્ટ હેક થવાના કેસમાં 50 ટકાનો ઘટાડો થયો છે.
ગૂગલ સુરક્ષિત બ્રાઉઝિંગ માટે લાવી રહ્યું છે એક નવું ફીચર
કંપનીએ તેના બ્લોગ પર લખ્યું છે કે ગૂગલ યુઝર્સને આવતા મહિનાથી સેફ બ્રાઉઝિંગ ફીચરનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. આ વેબ અને ગૂગલ એકાઉન્ટમાં મળતી થ્રેટથી પ્રોટેક્શન મળશે.
Google એ ખાન એકેડમી સાથે મિલાવ્યો હાથ
ગૂગલે પણ ઓનલાઈન સુરક્ષિત રહેવા માટે મફત ઓનલાઈન ક્લાસ શરૂ કરવા શિક્ષણ સંસ્થા ખાન એકેડમી સાથે હાથ મિલાવ્યા છે. ગૂગલ આ માટે 50 લાખ ડોલર આપશે જેથી ખાન એકેડમી સરળતાથી સમજી શકાય તેવું ઓનલાઈન કન્ટેન્ટ બનાવી શકે.
ઓનલાઈન સુરક્ષાને વધુ મજબૂત કરવાની તૈયારી
ગૂગલે કહ્યું છે કે આઈડેન્ટિટી થેફ્ટને કેવી રીતે રોકી શકાય, આ સર્ચમાં 110 ટકાનો વધારો થયો છે. તેથી જ અમે જાણીએ છીએ કે લોકો પોતાને ઑનલાઇન સુરક્ષિત રાખવા માટે ટિપ્સ શોધી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે