ફક્ત 7900 રૂપિયામાં ખરીદો Samsung ગેલેક્સી નોટ 9, આ રહી રીત
કંપનીનો દાવો છે કે આ પ્રીમિયમ ફોનમાં જોરદાર બેટરી બેકઅપ સાથે ગેમર્સને આકર્ષિત કરવા માટે ક્વિક કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: દિગ્ગ્જ સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગે પોતાના નવા ફ્લેગશિપ ગેલેક્સી નોટ 9 લોંચ કરી દીધો છે. ભારતમાં તેનું વેચાણ 22 ઓગસ્ટથી શરૂ થશે. કંપનીનો દાવો છે કે આ પ્રીમિયમ ફોનમાં જોરદાર બેટરી બેકઅપ સાથે ગેમર્સને આકર્ષિત કરવા માટે ક્વિક કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. એવામાં તમે વિચારી રહ્યા હશો કે સેમસંગના આ ફોનની ભારતીય બજારમાં શું કિંમત હશે. સેમસંગ ગેલેક્સી નોટ 9ની કિંમત 67,990 રૂપિયા છે. પરંતુ તમે આ સ્માર્ટફોન 7900 રૂપિયામાં પણ ખરીદી શકો છો.
21 ઓગસ્ટ સુધી કરો પ્રી-ઓર્ડર
કંપનીના ગેલેક્સી નોટ સીરીઝનો આ બહુપ્રતીક્ષિત સ્માર્ટફોન 6.4 ઇંચ ક્યૂએચડી પ્લ્સ સુપર અમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે. તેને 6GB/8GB રેમ અને 128GB/512GB ઇંટરનલ સ્ટોરેજના બે વેરિએન્ટમાં લોંચ કરવમાં આવ્યો છે. ભારતીય બજારમાં 6 GB રેમ અને 128 GBની સ્ટોરેજવાળા ગેલેક્સી નોટ 9ની કિંમત 67,900 રૂપિયા હશે. 8 GB રેમ અને 512 GB ઇંટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 84,900 રૂપિયા હશે. પ્રી-ઓર્ડર કરનારા માટે ફોન 10થી 21 ઓગસ્ટ સુધી ઉપલબ્ધ હશે.
7900 માં મળશે ગેલેક્સી નોટ 9
ભારતીય એરટેલે જાહેરાત કરી છે કે સેમસંગ ગેલેક્સી નોટ 9ના 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટને એરટેલ ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાશે. અહીં તમે 7,900 રૂપિયાના ડાઉન પેમેંટ અપીને ઇએમઆઇ અપી ગેલેક્સી નોટ 9 ખરીદી શકો છો. આ ઉપરાંત ગ્રાહકોને તેની સાથે એરટેલનો પોસ્ટપેડ પ્લાન પણ મળશે. આ પ્લાનની સાથે ગ્રાહકોને દરમહિને 100 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ, એરટેલ સિક્યોર ડિવાઇસ પ્રોટેક્શન પેકેજ આપવામાં આવશે. સાથે જ અમેઝોન પ્રાઇમ, એરટેલ ટીવી અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે.
શું છે 7900 રૂપિયાની ઓફર
એરટેલ ઓનલાઇન સ્ટોરમાંથી સેમસંગસ ગેલેક્સી નોટ 9નો પ્રી-ઓર્ડર કરવા માટે તમારે એરટેલ ઓનલાઇન સ્ટોર પર લોગ-ઇન કરવું પડશે. ત્યારબાદ ડિવાઇસ લિસ્ટમાંથી ડિવાઇસ સિલેક્ટ કરો. એલિજિબિટી ચેક કરો અને પછી 7900 રૂપિયા ડાઉન પેમેંટ કરીને ગેલેક્સી નોટ 9 ઓર્ડર કરો. એરટેલ સ્ટોર પર તેનો પ્રી-ઓર્ડર શનિવાર )11 ઓગસ્ટ)થી શરૂ થશે અને 22 ઓગસ્ટ સુધી તેની ડિવેલરી થઇ જશે.
શું છે સ્પેસિફિકેશન
- સેમસંગ ગેલેક્સી નોટ 9 એંડ્રોઇડ ઓરિયો બેસ્ડ સેમસંગ એક્સપીરિયંસ યૂઆઇ પર ચાલે છે.
- ભારતમાં ફોનને 2.7 ગીગાહર્ટ્ઝ 64 બીટ ઓક્ટા કોર એક્સીનોસ 9810 પ્રોસેસર સાથે લોંચ કરવામાં આવશે.
- નોટ 9માં દમદાર 4000 એમએએચની બેટરી આપવામાં આવી છે. સાથે જ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવે છે.
- ફોનમાં અપર્ચર F/1.5 અને F/2.4 ડ્યૂઅલ અપર્ચર સાથે 12 મેગાપિક્સલ વાઇડ-એંગલ અને અપર્ચર F/2.4 ની સાથે 12 મેગાપિક્સલ ટેલીફોટો સેંસર આપવામાં આવ્યું છે.
- બંને રિયર લેંસ ઓપ્ટિકલ સ્ટેબિલાઇઝેશનની સાથે આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે