Airtel vs Vi: આ છે 300 રૂપિયાની અંદર મળનાર Best Prepaid Plan, જુઓ લીસ્ટ
કંપનીનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100SMS આપવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: ટેલીકોમ કંપનીઓ Airtel અને Vi (વોડાફોન આઇડિયા) પ્રીપેડ ગ્રાહકો માટે ઘણા પ્રકારના પ્લાન્સ ઓફર કરે છે. આ પ્લાન્સ અલગ અલગ કિંમત અને ફાયદા સાથે આવે છે. હાલ અમે આ બંને કંપનીઓના 300 રૂપિયાની અંદર મળનાર બેસ્ટ પ્રીપેડ પ્લાન્સ વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ. આવો જાણીએ.
એરટેલનો 298 રૂપિયાવાળો પ્લાન્સ
કંપનીનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100SMS આપવામાં આવે છે. સાથે જ આ પ્લાનમાં ગ્રાહકોને અમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન, એરટેલ, એક્ટ્રીમ પ્રીમિયમનું એક્સેસ, ફ્રી હેલોટ્યૂન અને વિંક મ્યૂઝરનું ફ્રી એક્સેસ આપવામાં આવે છે. આ બધા ઉપરાંત ગ્રાહકોને આ પ્લાનમાં FASTag પર 100 રૂપિયા કેશબેક અને ફ્રી ઓનલાઇન કોર્સીસનો પણ ફાયદો આપવામાં આવે છે.
એરટેલનો 249 રૂપિયાવાળો પ્લાન
કંપનીનો આ પ્લાન પણ 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. જોકે તેમાં ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા, અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100SMS આપવામાં આવે છે. સાથે જ પ્લાનમાં 298 રૂપિયાવાળા પ્લાનની માફક એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશનની અંદર 30 દિવસ માટે ફ્રી ટ્રાયલ સહિત બાકી ફાયદા પણ આપવામાં આવે છે.
Vi (વોડાફોન આઇડિયા) નો 299 રૂપિયાવાળો પ્લાન
કંપનીના આ પ્લાનની ખાસ વાત એ છે કે આ ડબલ ડેટા ઓફર હેઠળ આવે છે. એવામાં તેમાં 4GB ડેટા ગ્રાહકોને આપવામાં આવે છે. સાથે જ તેમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100SMS પણ આપવામાં આવે છે. આ ઉપરાંત આ પ્લાનમાં ડેટાર ઓલઓવર બેનિફિટ્સ અને Vi મૂવીઝ અને TV નો ફ્રી એક્સેસ પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી સાથે આવે છે.
Vi (વોડાફોન આઇડિયા) નો 249 રૂપિયાવાળો પ્લાન
કંપનીનો આ પ્લાન પણ 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. જોકે તેમાં ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા, અનલિમિટેદ ફ્રી કોલિંગ અને દરરોજ 100SMS આપવામાં આવે છે. આ સાથે જ એપ વડે રિચાર્જ પેકને ખરીદવા પર ગ્રાહકોને 5GB એડિશનલ ડેટા પણ ઓફર કરવામાં આવે છે. આ બધા ઉપરાંત તેમાં Vi મૂવીઝ અને TV નો ફ્રી એક્સેસ અને વીકએન્ડ ડેટા રોલઓવર પણ આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે