વેગનઆરની કિંમતમાં ખરીદો આ 7 સીટર કાર, આરામથી આખો પરિવાર સમાઈ જશે, માઈલેજ પણ જબરદસ્ત

Cheapest 7-Seater Car:  જો તમારા પરિવારમાં વધુ સભ્યો હોય અને તમે કોઈ ઓછા બજેટવાળી કારની શોધમાં છો તો મારુતિ સુઝૂકી વેગનઆર વિશે વિચારતા પહેલા થોડું થોભો. કારણ કે આ બજેટમાં તમને 7 સીટર કાર પણ મળી શકે છે. મારુતિ વેગનઆર જૂન મહિનામાં દેશની સૌથી વધુ વેચાતી કાર રહી છે.

Trending Photos

વેગનઆરની કિંમતમાં ખરીદો આ 7 સીટર કાર, આરામથી આખો પરિવાર સમાઈ જશે, માઈલેજ પણ જબરદસ્ત

Cheapest 7-Seater Car:  જો તમારા પરિવારમાં વધુ સભ્યો હોય અને તમે કોઈ ઓછા બજેટવાળી કારની શોધમાં છો તો મારુતિ સુઝૂકી વેગનઆર વિશે વિચારતા પહેલા થોડું થોભો. કારણ કે આ બજેટમાં તમને 7 સીટર કાર પણ મળી શકે છે. મારુતિ વેગનઆર જૂન મહિનામાં દેશની સૌથી વધુ વેચાતી કાર રહી છે. તેની કિંમત 5.54 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તે 7.30 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. આ બજેટમાં તમે રેનો ટ્રાઈબર (Renault Triber) પણ ખરીદી શકો છો. જેની કિંમત 6.33 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તે 8.97 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી પહોંચે છે. આ પણ એક 7 સીટર કાર છે. કાર વિશે ખાસ જાણો. 

બુટ સ્પેસ અને એન્જિન
વેગનઆરની સરખામણીમાં તમને ટ્રાઈબરમાં વધુ સ્પેસ અને સીટિંગ વિકલ્પ મળે છે. તે તમારા પરિવારને આરામદાયક સફર માટે પૂરતી સ્પેસ આપે છે. ટ્રાઈબરનું બુટ સ્પેસ 84 લીટરનો છે અને તમે થર્ડ રો સીટને ફોલ્ડ કરીને તેને 625 લીટર સુધી વધારી શકો છો. આ ઉપરાંત ટ્રાઈબરમાં પાંચ મોનોટોન અને પાંચ ડ્યૂલ ટોન કલર વિકલ્પ પણ ઉપલબ્ધ છે. 

ટ્રાઈબરમાં 1.0 લીટરનું 3 સિલેન્ડર પેટ્રોલ એન્જિન લાગેલું છે. જે 72 પીએસ પાવર અને 96 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને એએમટી ગિયરબોક્સ પણ ઉપલબ્ધ છે. તેની માઈલેજ પણ ખુબ સારી છે. પેટ્રોલ એન્જિન છતાં તમને 20kmpl સુધીની માઈલેજ તેમાં મળી શકે છે. 

ઈન્ટીરિયર અને સેફ્ટી ફીચર્સ
આ સાથે જ ટ્રાઈબરમાં 8 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઈડ ઓટો અને એપ્પલ કારપ્લે કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. એટલે સુધી કે તમને 6 વે એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, પ્રોજેક્ટર હેન્ડલેપ્સ, એલઈડી ટર્ન ઈન્ડિકેટર્સ અને સ્ટીયરિંગ માઉન્ટેડ મ્યૂઝિક તથા ફોન કંટ્રોલ્સ જેવી વિશેષતાઓ પણ ઉપલબ્ધ છે. 

ટ્રાઈબરને સુરક્ષાથી ભરપૂર બનાવવા માટે તમને ચાર એરબેગ, ઈબીડી સાથે એબીએસ, રિયર પાર્કિંગ સેન્સર, અને રિયર વ્યૂ કેમેરા જેવા ફીચર્સ મળે છે. તેનાથી તમારો અને તમારા પરિવાર માટે એક સુરક્ષિત યાત્રાનો પણ ખ્યાલ રાખી શકાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news