Jio અને Airtel યૂઝર્સ માટે ખરાબ સમાચાર, પ્લાન્સના આટલા વધશે ભાવ!
Airtel and Jio Might Increase Its Tariff Plans in India: ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો દેશની બે મુખ્ય ટેલિકોમ પ્રોવાઈડર છે. બંનેની ટેલિકોમ કંપનીઓ દશમાં 5જી નેટવર્ક લાવી ચૂકી છે. બંનેની 5જી સર્વિસ ભારતના અનેક મોટા શહેરોમાં આવી ચૂકી છે. એવા અહેવાલ હતા કે 5જી આવતા જ એરટેલ અને જિયોના પ્લાન્સમાં વધારો થશે.
Trending Photos
Airtel and Jio Might Increase Its Tariff Plans in India: ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો દેશની બે મુખ્ય ટેલિકોમ પ્રોવાઈડર છે. બંનેની ટેલિકોમ કંપનીઓ દશમાં 5જી નેટવર્ક લાવી ચૂકી છે. બંનેની 5જી સર્વિસ ભારતના અનેક મોટા શહેરોમાં આવી ચૂકી છે. એવા અહેવાલ હતા કે 5જી આવતા જ એરટેલ અને જિયોના પ્લાન્સમાં વધારો થશે પરંતુ તરત આવું કઈ થયું નહીં. પરંતુ હવે એવું લાગે છે કે બંને કંપનીઓ દેશભરમાં પોતાના ટેરિફ પ્લાન્સની કિંમતો વધારવાનું પ્લાનિંગ કરી રહી છે.
10 ટકા વધશે ભાવ
Analysts જેફરીઝના જણાવ્યાં મુજબ લોકોના મોબાઈલ બિલ બહુ જલદી વધી શકે છે. કારણ કે ટેલિકોમ દ્વારા ભાવમાં 10 ટકા સુધીના વધારાની શક્યતા છે. તેમણે એરટેલ અને જિયો તરફથી 10 ટકા મુલ્ય વૃદ્ધી FY23, FY24 અને FY25 ના ચોથા ત્રિમાસિકમાં જાહેર થવાની ભવિષ્યવાણી કરી છે. રેવન્યૂ અને માર્જિનને લઈને ખુબ દબાણ વધી રહ્યું છે. આવામાં વિશ્લેષકોનો દાવો છે કે ટેલિકોમ કંપનીઓ પોતાના ભાવ વધારી શકે છે.
એરટેલ કરી ચૂક્યું છે ટેસ્ટિંગ
એરટેલે તો આ વર્ષની શરૂઆતમાં પરીક્ષણ કરવા માટે કેટલાક સર્કલ્સમાંથી 99 રૂપિયાવાળા પેકને હટાવી દીધુ હતું. ટેરિફ વૃદ્ધિની રણનીતિ ટેલ્કોના ગ્રામીણ ક્ષેત્રોમાં વિસ્તાર કરવાના ઈરાદા માટે આદર્શ છે. જેનાથી નફામાં વધુ કમી આવશે. વિશ્લેષકોએ દાવો કર્યો કે વધતી ગ્રાહક સંખ્યા અને MNP (મોબાઈલ નંબર પોર્ટેબિલિટી) માટે રિક્વેસ્ટે ભારતીય દૂરસંચાર ઉદ્યોગમાં વધતી પ્રતિસ્પર્ધાનો સંકેત આપ્યો.
TRAI ના ઓક્ટોબર 2022ના ગ્રાહકોના આંકડા મુજબ વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યા 3.5 મિલિયન સુધી ઓછી થઈ ગઈ. જ્યારે io અને Airtel એ સંયુક્ત રીતે 2.2 મિલિયન નવા ઉપયોગકર્તાઓને આકર્ષિત કર્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે