Chat GPT સામેહાર નહીં માને ગૂગલ, ઉતારી દીધુ પોતાનું બ્રહ્માસ્ત્ર, હવે થશે જોરદાર મુકાબલો
Google Bard AI: દિગ્ગજ ટેક કંપની ગૂગલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ બેસ્ડ ચેટ સોફ્ટવેર ChatGPT ને ટક્કર આપવા માટે ડિઝાઇન કર્યું છે. ગૂગલની નવી ટેક્નોલોજીની ખાસિયત અહીં જુઓ.
Trending Photos
નવી દિલ્હીઃ Bard AI Tool: ચેટ જીપીટી કેટલાક સમયથી ખુબ પોપ્યુલર બની ગયું છે અને તેનું કારણ છે તેનું મનુષ્ય જેવું વર્તન. આ વર્તનને કારણે લોકો ચેટ જીપીટીને ખુબ પસંદ કરી રહ્યાં છે. ચેટ જીપીટી આવવાથી ગૂગલ પર સંકટના વાદળો છવાયા છે પરંતુ હવે ગૂગલે બાજી પલટવાની તૈયારી કરી લીધી છે. હકીકતમાં કંપની એક એવું એઆઈ ટૂલ લઈને આવી છે જે ચેટ જીપીટીને કાંટાની ટક્કર આપી શકે છે. જો તમને તેના વિશે જાણકારી નથી તો આજે અમે તમને તેના વિશે વિસ્તારથી જણાવી રહ્યાં છીએ.
Bard નામની આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ તકનીકથી લેસ ટૂલ ગૂગલ તરફથી રજૂ કરવામાં આવ્યું છે જે ચેટ જીપીટીને કાંટાની ટક્કર આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. હકીકતમાં આ એક ચેટબોટ છે જે ઠીક તે રીતે લોકોના સવાલોના જવાબ આપે છે જે રીતે ચેટ જીપીટીને તૈયાર કરવામાં આવ્યું છે. તે આવ્યા બાદ લોકો માની રહ્યાં છે કે હવે ગૂગલ એકવાર ફરીથી પોતાની બાદશાહત જાળવી શકશે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તકનીકથી લેસ આ ટૂલ લેંગ્વેજ મોડલ ફોર ડાયલોગ એપ્લીકેશન પર કામ કરે છે. આ ટૂલ ન માત્ર ખુબ ક્રિએટિવ છે પરંતુ ધમાકેદાર રીતે જાણકારી એકત્રિત કરી લોકો સુધી પહોંચાડે છે અને તેનો રિસ્પોન્સ ટાઇમ ખુબ ઓછો છે. વર્તમાન સમયમાં તે ટ્રૂલ્ય સ્ટિંગ સ્ટેજમાં છે પરંતુ આવનારા સમયમાં તે સંપૂર્ણ રીતે કામ કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે