આ સ્માર્ટફોને વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો, 60 લાખથી વધુ યુનિટનું વેચાણ
ચીનની સ્માર્ટફોન નિર્માતા હુઆવેઈ (Huawei)ની ઓનલાઈન બ્રાન્ડ 'ઓનર' કંપનીએ જાહેરાત કરી છે કે તેણે તાજેતરમાં જ લોન્ચ કરેલા 'ઓનર8X' ના સમગ્ર દુનિયામાં 60 લાખથી વધુ યુનિટનું વેચાણ થયું છે
Trending Photos
નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન નિર્માતા હુઆવેઈ (Huawei)ની ઓનલાઈન બ્રાન્ડ 'ઓનર' કંપનીએ જાહેરાત કરી છે કે તેણે તાજેતરમાં જ લોન્ચ કરેલા 'ઓનર8X' ના સમગ્ર દુનિયામાં 60 લાખથી વધુ યુનિટનું વેચાણ થયું છે.
વેચાણ અને મહેસુલની બાબતે કંપની 'સિંગલ ડે' પ્રદર્શક સાબિત થઈ છે. કંપનીએ જણાવ્યું કે, ભારતમાં દિવાળીના તહેવારના સમયગાળામાં 10 લાખથી વધુ ઓનર પ્રોડક્ટ્સનું વેચાણ થયું છે. જેમાં ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ અને અમેઝન ઈન્ડિયા સેલમાં પ્રથમ દિવસે 'ઓનર 9એન' અને 'ઓનર8એક્સ' સૌથી લોકપ્રિય પ્રોડક્ટ રહી હતી.
સૌથી વધુ વેચાતા ફોનસેટમાંથી એક હુઆવેઈના ઉપાધ્યક્ષ (વેચાણ, કન્ઝ્યુમર બિઝનેસ ગ્રુપ) પી.સંજીવે જણાવ્યું કે, 'અમારા ભારતીય ગ્રાહકોનો આભાર વ્યક્ત કરવા માટે અમે જાહેરાત કરવા માગીએ છીએ કે આ વર્ષે ઓનર કંપની પોતાના સ્માર્ટફોનની કિંમતોમાં વધારો નહીં કરે.'
કંપનીએ જણાવ્યું કે, ઓનર8એક્સ જર્મની, ફ્રાન્સ, મધ્યપૂર્વ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ એશિયામાં સૌથી વધુ વેચાતા ફોનસેટમાંથી એક છે.
ઓનર8એક્સ બારતમાં ઓક્ટોબર મહિનામાં લોન્ચ થયો હતો. આ ફોન ત્રણ વેરિઅન્ટ 4GBપ્લસ 64GB, 6 GB પ્લસ65 GBમાં ઉપલબ્ધ છે, જેની કિંમત ક્રમશઃ રૂ.14,999, રૂ.16,999 અને રૂ.18,999 છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે