Jio 5G ને લઈને Mukesh Ambani ની સૌથી મોટી જાહેરાત : 2023 મોબાઈલના ધારકો માટે રહેશે ખાસ, જાણી લો કેમ

Jio 5g service: મુકેશ અંબાણીએ રિલાયન્સ ફેમિલી ડે ફંક્શન 2022ના પ્લેટફોર્મ પરથી Jio True 5G સંબંધિત એક મોટી જાહેરાત કરી છે. અંબાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવતા વર્ષે એટલે કે 2023માં Jio 5Gને દેશભરમાં લોન્ચ કરવાનો ટાર્ગેટ કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવામાં આવશે.

Jio 5G ને લઈને Mukesh Ambani ની સૌથી મોટી જાહેરાત : 2023 મોબાઈલના ધારકો માટે રહેશે ખાસ, જાણી લો કેમ

Reliance Jio નો ઉપયોગ કરી રહ્યા છો તો આ તમારા માટે મોટા સમાચાર છે. ભારતમાં તેનું 5G નેટવર્ક ખૂબ જ ઝડપથી ફેલાવી રહ્યું છે. લગભગ દર અઠવાડિયે Jio 5G એક અથવા બીજા શહેરમાં લાઇવ થઈ રહ્યું છે અને લોકોને સુપર ફાસ્ટ 5G ઇન્ટરનેટ અને 5G સેવાઓ મળી રહી છે. આવનારું વર્ષ 2023 રિલાયન્સ જિયો યુઝર્સ માટે ખૂબ જ ખાસ રહેવાનું છે અને આ જાહેરાત અન્ય કોઈએ નહીં પણ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન મુકેશ અંબાણીએ કરી છે.

- રિલાયન્સ ફેમિલી ડે ફંક્શન 2022 ના પ્લેટફોર્મ પરથી Jio 5G સંબંધિત એક મોટી જાહેરાત કરવામાં આવી 
- વર્ષ 2023ના અંત સુધીમાં Jio 5Gનો સમગ્ર દેશને મળશે લાભ
- મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર તમામ ભારતીયોને આવતા વર્ષે Jio 5G નેટવર્ક મળશે.

મુકેશ અંબાણીએ રિલાયન્સ ફેમિલી ડે ફંક્શન 2022ના પ્લેટફોર્મ પરથી Jio True 5G સંબંધિત એક મોટી જાહેરાત કરી છે. અંબાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવતા વર્ષે એટલે કે 2023માં Jio 5Gને દેશભરમાં લોન્ચ કરવાનો ટાર્ગેટ કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવામાં આવશે. આગામી 12 મહિનાની અંદર Jio 5G નેટવર્ક દેશભરમાં પહોંચાડવામાં આવશે અને 5G દરેક Jio વપરાશકર્તાના મોબાઇલ નંબર પર કનેક્ટ કરવામાં આવશે.

2023માં આખા દેશને Jio 5G મળશે
રિલાયન્સ ફેમિલી ડે ફંક્શન 2022 ઇવેન્ટ દરમિયાન, મુકેશ અંબાણીએ કંપનીના 5G પ્લાન પર પ્રકાશ પાડ્યો હતો. ભૂતપૂર્વ ચેરમેનના જણાવ્યા અનુસાર તેઓ આગામી એક વર્ષમાં દેશના તમામ ટેલિકોમ વર્તુળોમાં તેમના 5G નેટવર્કને સક્રિય કરવાની યોજના ધરાવે છે. Jio 5G ડિપ્લોયમેન્ટ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે અને તમામ Jio નંબરોને 5G નેટવર્કમાં અપગ્રેડ કરવામાં આવશે.

Jio True 5G ઝડપથી વધી રહ્યું છે
Jio 5G નેટવર્કને ભારતના દરેક ખૂણે લઈ જવાની યોજનાઓ સાથે અંબાણીએ કંપની દ્વારા કરવામાં આવી રહેલા વર્તમાન કાર્યની પણ પ્રશંસા કરી છે. તેમણે Jio 5G નેટવર્કને ઝડપી ગતિએ ઉપલબ્ધ કરાવવા બદલ Jio નેટવર્કની સમગ્ર ટીમનો આભાર માન્યો છે. અંબાણીનું કહેવું છે કે Jio True 5G નેટવર્ક ઇન્સ્ટોલેશનનું કામ આખી દુનિયામાં સૌથી ઝડપથી થઈ રહ્યું છે અને 2023માં આ ગતિ વધુ ઝડપી બનશે.

જિયો ડિજિટલ સોલ્યુશન્સ
Jio 5G ડિપ્લોયમેન્ટ વર્ષ 2023માં પૂર્ણ થશે. 5G નેટવર્કના વિસ્તરણની સાથે અંબાણીએ કંપનીના ડિજિટલ સોલ્યુશન પર પણ ભાર મૂક્યો છે. આ વિષય પર બોલતા મુકેશ અંબાણીએ કહ્યું છે કે Jio પ્લેટફોર્મ્સનું આગામી લક્ષ્ય ડિજિટલ સોલ્યુશન્સ પ્રદાન કરવાનું છે. આ સેવા માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશની બહારના અન્ય બજારોમાં પણ લઈ જવાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news