સિંગલ ચાર્જમાં 250 કિ.મી. ચાલશે આ હેલિકોપ્ટર જેવું ક્રૂઝર બાઈક!
Komaki Electrical vehicle 3 દિવસ પછી ભારતીય બજારમાં તેની નવી ઈલેક્ટ્રિક ક્રુઝર મોટરસાઈકલ રેન્જર લૉન્ચ કરવા જઈ રહી છે.
Trending Photos
નવી દિલ્લીઃ કોમાકી ઈલેક્ટ્રિક વ્હીકલ્સે આખરે તેની વેબસાઈટ પર લાંબા સમયથી રાહ જોવાતી ઇલેક્ટ્રિક ક્રુઝર મોટરસાઈકલ રજૂ કરી છે. તે ભારતની પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ તરીકે ઉભરી આવી છે. કંપની આ ઈલેક્ટ્રિક બાઇકની કિંમત 16 જાન્યુઆરીએ જાહેર કરશે. કોમાકી રેન્જર તરીકે ઓળખાતી આ ઈલેક્ટ્રિક મોટરસાઈકલને ટિપિકલ ક્રૂઝર ડિઝાઈન પર બનાવવામાં આવી છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને મોડિફાઈડ બજાજ એવેન્જર જેવી લાગે છે.
શાનદાર ક્રોમ ગાર્નિશ-
કોમકીએ તેની સ્ટાઇલને શાનદાર રાખી છે. મોટરસાઇકલને બ્રાઇટ ક્રોમ ગાર્નિશ મળે છે જે તેના રેટ્રો-સ્ટાઇલવાળા રાઉન્ડ LED હેડલેમ્પ્સ પર અલગ ફિનિશ આપે છે. આ ઉપરાંત, અહીં બે રાઉન્ડ શેપના ઓક્સિલરી લેમ્પ પણ આપવામાં આવ્યા છે. આ હેડલેમ્પની બંને બાજુએ રેટ્રો થીમ આધારિત સાઈડ ઈન્ડીકેટર્સ પણ છે. બજાજ એવેન્જરની જેમ વિશાળ હેન્ડલબાર, સિંગલ-પોડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ચળકતી ક્રોમ-સુશોભિત ડિસ્પ્લે સાથેનું કોમકી રેન્જર બજાજ એવેન્જર જેવું લાગે છે.
પાછલી શીટ પર બેકરેસ્ટ-
રાઇડર સીટ નીચેના ભાગમાં સ્થિત છે, જ્યારે પાછળના પેસેન્જરની આરામદાયક મુસાફરી માટે, પાછળની સીટમાં બેકરેસ્ટ લગાવવામાં આવી છે. બાઇકની બંને બાજુના પેનિઅર્સ સ્પષ્ટ કરે છે કે તે લોંગ રાઈડ માટે બનાવવામાં આવી છે. ત્યાં રાઉન્ડ એલઇડી ટેલલાઇટ્સ પણ છે જે સાઇડ ઇન્ડિકેટર્સથી ઘેરાયેલી છે. બાઇકને જે ડિઝાઇન તત્વો મળે છે તેમાં લેગ ગાર્ડ, ફેક એક્ઝોસ્ટ અને બ્લેક એલોય વ્હીલ્સ જેવા વિવિધ ભાગોનો સમાવેશ થાય છે.
રેન્જર EV સિંગલ ચાર્જમાં 250 કિમી ચાલશે-
કોમકીએ પહેલેથી જ માહિતી આપી છે કે રેન્જર ઇલેક્ટ્રિક ક્રુઝર 4 kWh બેટરી પેક સાથે આવશે જે 5,000 વોટની મોટર સાથે આવશે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે રેન્જર EVને એક ચાર્જમાં 250 કિમી સુધી ચલાવી શકાય છે. આ રેન્જ સાથે, કોમાકીની આ EV ભારતની સૌથી મોટી રેન્જની મોટરસાઇકલ બનવાની તૈયારીમાં છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આ ઈલેક્ટ્રિક બાઇક કોઈપણ પ્રકારના રસ્તા પર અલગ-અલગ હવામાનમાં ચલાવી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે