Facebook ચલાવવા માટે ચૂકવવા પડશે રૂપિયા! માર્ક ઝકરબર્ગના નિર્ણયથી યૂઝર્સને ઝટકો

Meta એ Instagram અને Facebook વપરાશકર્તાઓ માટે જાહેરાત-મુક્ત પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યો છે. આ પગલું યુરોપિયન યુનિયનના દબાણ પછી આવ્યું છે. તેથી આ વિકલ્પ ફક્ત યુરોપિયન યૂઝર્સ માટે જ ઉપલબ્ધ રહેશે.

Trending Photos

Facebook ચલાવવા માટે ચૂકવવા પડશે રૂપિયા! માર્ક ઝકરબર્ગના નિર્ણયથી યૂઝર્સને ઝટકો

Meta ad-free Plan: મેટાએ કેટલાક યુઝર્સને મોટો આંચકો આપ્યો છે. Meta એ Instagram અને Facebook વપરાશકર્તાઓ માટે એડ ફ્રી પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યો છે. તમને જણાવી દઈએ કે, ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે માર્ક ઝકરબર્ગ પ્લાન રજૂ કરી શકે છે. હવે કંપનીએ આ પગલું ભર્યું છે. મેટા Facebook અને Instagram માટે બે સેવાઓનું સબ્સ્ક્રિપ્શન પ્રદાન કરશે. આ પગલું યુરોપિયન યુનિયનના દબાણ પછી આવ્યું છે. તેથી આ વિકલ્પ ફક્ત યુરોપિયન Usersમાટે જ ઉપલબ્ધ રહેશે.

કેટલો ખર્ચ થશે
આ પ્લાન્સની કિંમત વેબ માટે દર મહિને 9.99 યુરો (અંદાજે રૂ. 885) અને સ્માર્ટફોન Android અને iOS માટે દર મહિને 12.99 યુરો (અંદાજે રૂ. 1,145) હશે.  Metaએ જાહેરાત કરી છે કે તે યુરોપમાં 18 વર્ષથી વધુ ઉંમરના વપરાશકર્તાઓ માટે જાહેરાત-મુક્ત Facebook અને Instagram યોજનાઓ ઉપલબ્ધ કરાવશે. આ યોજનાઓ સ્વિટ્ઝર્લેન્ડ, યુરોપિયન યુનિયન અને યુરોપિયન ઇકોનોમિક એરિયામાં ઉપલબ્ધ હશે.

ભારતીયોનું શું?
ભારતમાં વપરાશકર્તાઓને તેમના Instagram ફીડ પર જાહેરાતો આપવાનું ચાલુ રાખશે. પરંતુ જો આ સબ્સ્ક્રિપ્શન પ્લાન EU માં લોકપ્રિય બને તો શક્ય છે કે Meta ભારતમાં પણ આ સેવા રજૂ કરે.

આ કિંમત કેટલાક લોકોને ઊંચી લાગી શકે છે, પરંતુ તે આકર્ષક પણ લાગી શકે છે. એડ ફ્રી Facebook અને Instagram એટલે કે તમારી ફીડમાં કોઈ જાહેરાતો હશે નહીં. આનાથી તમે તમારા મિત્રો અને પરિવારની પોસ્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. માર્ક ઝુકરબર્ગે વારંવાર એ વાત પર ભાર મૂક્યો છે કે તેઓ માને છે કે જાહેરાત મફત છે પરંતુ તે વપરાશકર્તાઓની સાથે સાથે કંપનીને આગળ વધારવા માટે આ જ એક શ્રેષ્ઠ માર્ગ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news