ગજબનું છે આ સમડીવાળું લેપટોપ! ગેમિંગ નોટબુકવાળા આ લેપટોપમાં છે ક્યારેય નહીં જોયા હોય તેવા ફીચર્સ!
MSIએ ગેમિંગ એક્સપીરિયન્સને વધુ સારુ બનાવતા એક નવી નોટબુક રજૂ કરી છે. આ લેપટોપમાં 15.6ની ઈંચની સ્ક્રિન આપવામાં આવી છે. આ નોટબુકમાં કેટલાક સારા ફીચર્સ આપવામાં આવ્યા છે. જે યુઝર્સને ગેમિંગ એક્સપીરિયન્સને વધુ સારુ બનાવે છે. આમાં Ryzen 9 5900HX CPU અને Radeon RX 6700M GPU પણ આપવામાં આવ્યું છે. આવો વિસ્તારથી જાણીએ સ્પેસિફિકેશન અને કિંમત મામલે.
Trending Photos
નવી દિલ્હીઃ MSIએ ગેમિંગ એક્સપીરિયન્સને વધુ સારુ બનાવતા એક નવી નોટબુક રજૂ કરી છે. આ લેપટોપમાં 15.6ની ઈંચની સ્ક્રિન આપવામાં આવી છે. આ નોટબુકમાં કેટલાક સારા ફીચર્સ આપવામાં આવ્યા છે. જે યુઝર્સને ગેમિંગ એક્સપીરિયન્સને વધુ સારુ બનાવે છે. આમાં Ryzen 9 5900HX CPU અને Radeon RX 6700M GPU પણ આપવામાં આવ્યું છે. આવો વિસ્તારથી જાણીએ સ્પેસિફિકેશન અને કિંમત મામલે.
MSIએ આ લેપટોપમાં ફુલએચડી (1920×1080 પિક્સલ) પેનલ આપી છે. 16 GB DDR4 રેમ પણ આપવામાં આવી છે. સાથે જ લેપટોપ વિન્ડોઝ 10 ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે અને વિન્ડોઝ 11 ઉપ્લબ્ધ થયા પછી આ પ્રાપ્ત થશે અને યુઝર્સ પોતાના લેપટોપમાં ઈન્સ્ટોલ કરી શક્શે. યુઝર્સની જરૂરિયાતને સમજીને, MSIએ બેટરી લાઈફ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે, જેનો ઉપયોગ એક જ ચાર્જ પર 12 કલાક સુધી થઈ શકે છે. વાયરલેસ કમ્યુનિકેશન માટે બ્લૂટૂથ 5.2 અને વાયરલેસ લેનનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી પોર્ટની વાત કરીએ તો તેમાં 1 USB 3.2 Gen 2 Type C પોર્ટ, 1 USB 3.2 Gen 2 Type C પોર્ટ છે. તે કાર્બન ગ્રે શેડમાં ઉપલબ્ધ થશે.
MSIના આ લેપટોપની સંભવિત કિંમત 1,46,244 રૂપિયા હશે. 7 ઓક્ટોબરથી પ્રી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. અને લેપટોપ 14 ઓક્ટોબરે ઉપ્લબ્ધ થશે. આપને જણાવી દઈએ કે MSI ગેમિંગ લેપટોપમાં એક લોકપ્રીય બ્રાન્ડ છે.
MSIના ભારતમાં કેટલાક સારા લેપટોપ ઉપ્લબ્ધ છે. આ તમામ લેપટોપમાં અનેક ખુબીઓ છે. આમાંથી કેટલાક લેપટોપને ઈકોમર્સ વેબસાઈટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી સેલ દરમિયાન પણ ખરીદી શકાય છે. બંને પ્લેટફોર્મ પર MSIના લેપટોપ ઉપ્લબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે