'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
Electric Scooter: દેશમાં ઇલેક્ટ્રિક વાહન બજાર તેજીથી વિસ્તાર કરી રહ્યા છે. લોકોની વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની સ્વિકાર્યતા પણ વધી છે. ઇલેક્ટ્રિક વાહનો પર તમામ પ્રકારના ઓફર્સ પણ મળી રહ્યા છે.
Trending Photos
Ola S1 Pro: દેશમાં ઇલેક્ટ્રિક વાહન બજાર ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે. લોકોની વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની સ્વિકાર્યતા વધી છે. ઇલેક્ટ્રિક વાહનો પર તમામ પ્રકારની ઓફર્સ પણ મળી રહી છે. હવે ઓલા ઇલેક્ટ્રિક પોતાના ઓલા એસ1 પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટર પર ઓફર લઇને આવી રહ્યા છે, જેમાં ઝીરો ડાઉન પેમેન્ટ સાથે ગ્રાહકોને સ્કૂટર ઘરે લઇ જવાની તક મળી રહી છે. એટલે કે સ્કૂટર લેતી વખતે ગ્રાહકને પેમેન્ટ કરવાનું નથી, તે સ્કૂટરની સંપૂર્ણ રકમ ફાઇનાન્સ કરી શકો છો. ફક્ત એટલું જ નહી, ઓલા ઇલેક્ટ્રિક તરફથી સ્કૂટર પર વધુ ઓફર્સ આપવામાં આવે છે. ચાલો તમને એક-એક કરીને આ તમામ વિશે જણાવીએ.
10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ
'ડિસેમ્બર ટૂ રિમેંબર' સ્ક્રીમ અંતગર્ત ઓલા ઇલેક્ટ્રિક ડિસેમ્બર મહિનામાં ઓલા એસ 1 પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટર પર 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. તેની કિંમત 1.30 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) તેના પરત તમને 10 હજાર રૂપિયાની છૂટ મળશે.
આ પણ વાંચો: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો: ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો: Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું
ઓછું વ્યાજ અને નાનો ઇએમઆઇ
ઝીરો ડાઉન પેમેન્ટ અને 10,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ ઉપરાંત કંપની તરફથી ઓછા ઇએમઆઇ અને ઓછા વ્યાજ દર સાથે લોનની પણ ઓફર કરવામાં આવી રહી છે. તેની ઇએમઆઇ ફક્ત 24,99 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે વ્યાજ દર 8.99 ટકાથી શરૂ થાય છે.
Credit Card EMI પર 5 ટકાની છૂટ
જો કોઇ વ્યક્તિ ક્રેડિટ કાર્ડ દ્વારા ઇએમઆઇ પર સ્કૂટર લેવા માંગે છે, તો તેને 5 ટકા સુધીની વધારાની છૂટ મળી શકે છે. જોકે આ ઓફર કેટલાક સિલેક્ટેડ ક્રેડિટ કાર્ડ પર જ ઉપલબ્ધ છે.
ઝીરો પ્રોસેસિંગ ફી
ઓલા ઇલેક્ટ્રિક તરફથી લોન પર ઝીરો પ્રોસેસિંગ ફી સ્કીમ ઓફર કરવામાં આવી રહી છે. એટલે કે લોન લેવામ આટે વ્યક્તિને પ્રોસેસિંગ ફી તરીકે પણ કોઇ રૂપિયા આપવાની જરૂર નથી.
આ પણ વાંચો: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે