Realme Days Sale: સસ્તામાં 5G ફોન ખરીદવાની તક, મળી રહ્યું છે 3 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ

તમે રિયલમી નાર્ઝો 30 5G ને રિયલમી ડેઝ સેલમાં 3 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ ઓફર 30 મે સુધી ચાલવાની છે. ફોનમાં ત્રિપલ કેમેરા અને શાનદાર બેટરી મળી રહી છે. 

Realme Days Sale: સસ્તામાં 5G ફોન ખરીદવાની તક, મળી રહ્યું છે 3 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની રિયલમી યૂઝર્સો માટે રિયલમી ડેઝ સેલ લઈને આવી છે. 30 મે સુધી ચાલનાર આ સેલમાં તમે કંપનીના 5જી ફોન Realme Narzo 30 5G (4જીબી+64જીબી) ને 14,999 રૂપિયાની જગ્યાએ 12 હજારથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. કંપની આ ફોન પર 3 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ડ પ્રીપેડ ઓર્ડર માટે છે. તો કંપની આ ઓફર 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ મોડલ પર પણ આપી રહી છે. આ વેરિએન્ટની કિંમત 16999 રૂપિયા છે. 

શું છે રિયલમી નાર્ઝોમાં ખાસ
રિયલમી નાર્ઝોમાં કંપની 1080x2400 પિક્સલ રિઝોલ્યૂશન સાથે 6.5 ઇંચની ડિસ્પ્લે આપી છે. ફોનમાં ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz અને સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 90.5% છે. રિયલમીનો આ ફોન બે વેરિએન્ટમાં આવે છે. તો ફોનમાં પ્રોસેસર તરીકે તમને ડાઇમેન્સિટી 700 5G ચિપસેટ મળશે. 

રિયલમી નાર્ઝોમાં ફોટોગ્રાફી માટે 48 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે એક બ્લેક એન્ડ વાઇટ પોટ્રેટ લેન્સ અને એક મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. તો સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો છે. ફોનના સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 1ટીબી સુધી વધારી શકાય છે. ફોનને પાવર આપવા માટે 5000mAh ની બેટરી છે, જે 18 વોટના ક્વિક ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનરની સાથે આવનાર આ ફોન એન્ડ્રોયડ 11 પર બેસ્ડ Realme UI 2.0 પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ  5.1, 5G, 4G, જીબીએસ અને યૂએસબી ટાઈપ-સી પોર્ટ જેવા વિકલ્પ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news