84 દિવસનો મોબાઇલ રિચાર્જ પ્લાન, જાણો ક્યો પ્લાન છે તમારા માટે બેસ્ટ


એરટેલ, રિલાયન્સ જીયો અને વોડાફોનના 84 દિવસના ખાસ પ્લાન છે, જાણો ક્યા પ્લાનમાં તમને શું લાભ મળશે. 
 

84 દિવસનો મોબાઇલ રિચાર્જ પ્લાન, જાણો ક્યો પ્લાન છે તમારા માટે બેસ્ટ

નવી દિલ્હીઃ COVID-19ના આ સમયમાં ઘણા યૂઝરો ઘરેથી કામ કરી રહ્યાં છે. આવા સમયમાં લોકોની ત્રણ મુખ્ય જરૂરીયાતોમાં- ખુબ વધુ ડેટા, અનલિમિટેડ કોલિંગ બેનિફિટ્સ અને લોન્ગ ટર્મ ડ્યૂરેશન પણ સામેલ છે. એરટેલ, રિલાયન્સ જીયો અને વોડાફોનના 84 દિવસના પ્રીપેડ પ્લાન છે, જાણો આ પ્લાનમાં ક્યો છે તમારા માટે બેસ્ટઃ

એરટેલનો 698 રૂપિયાનો પ્લાન
એરટેલના 698 રૂપિયાના પ્લાન હેઠળ પોતાના ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ બેનિફિટ્સ અને દરરોજના 100 એસએમએસની સાથે 2 જીબી ડેટા આપે છે. આ સિવાય આ પ્લાન હેઠળ યૂઝરો એરટેલ એક્સટ્રીમ સર્વિરને એક્સેસ કરી શકે છે અને તેને ફ્રી હેલો ટ્યૂનની સુવિધા પણ મળે છે. યૂઝરને વિંક મ્યૂઝિકના ફ્રી સબ્સક્રિપ્શન સિવાય આ પ્લાનમાં શો એકેડમીની સાથે ફ્રી કોર્સ અને ફાસ્ટેગ પર 150 રૂપિયાનું કેશબેક પણ મળે છે. આ પ્લાન કુલ 84 દિવસની વેલિડિટીની સાથે આવે છે. 

વોડાફોનનો 699 રૂપિયા વાળો પ્લાન
એક પ્રમોશનલ ઓફરને કારણે વોડાફોને 84 દિવસના 699 રૂપિયા વાળા પ્લાનમાં યૂઝરને 4 જીબી ડેટા દરરોજ (2 જીબી પ્લાન+ 2 જીબી ડબલ ડેટા ઓફર બેનિફિટ) મળે છે. આ પ્લાનમાં યૂઝરને અનલિમિટેડ કોલિંગ બેનિફિટ અને 100 ડેલી એસએમએસની સુવિધા મળે છે. આ સિવાય કંપની પોતાના ગ્રાહકોને વોડાફોન પ્લે સર્વિસ ઓફર કરે છે, જે પ્રતિ વર્ષ 499 રૂપિયાની કિંમતની છે અને Zee5નું એક વર્ષનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે. 

Google પર બનાવો તમારૂ વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડ, લોન્ચ થઈ નવી સર્વિસ

રિલાયન્સ જીયોનો 599નો પ્લાન
84 દિવસની પ્રીપેડ યોજનામાં રિલાયન્સ જીયોનો 599 વાળો પ્લાન સૌથી સસ્તો છે, જે વોડાફોનના 699 રૂપિયાના પ્લાનથી 100 રૂપિયા ઓછો છે. આ યોજના હેઠળ કંપની પોતાના ગ્રાહકોને 84 ગિવસ માટે દરરોજ 2જીબી હાઇસ્પીન ડેટા આપે છે. દરરોજ 2 જીબી ડેટા પૂરો થયા બાદ યૂઝરને  64 kbpsની ઇન્ટરનેટ સ્પીડ મળે છે. આ પ્લાનમાં યૂઝરને ડેટા બેનિફિટ્સની સાથે જીયો-ટૂ-જીયો અનલિમિટેડ કોલિંગ બેનિફિટ મળે છે. આ સિવાય 3000 મિનિટ અધર નેટવર્ક પર કોલિંગની મળે છે. સાથે દરરોજ 100 એસએમએસ, Jio TV, Jio Saavn જેવી અન્ય સુવિધાઓ પણ કંપની ઓફર કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news