Jio Recharge Plan: રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતો

દેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા એક કે બે નહીં પરંતુ સાત રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે.

Jio Recharge Plan: રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતો

દેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા એક કે બે નહીં પરંતુ સાત રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. થોડા દિવસ પહેલા કંપનીએ 84 દિવસ, 98 દિવસ અને 336 દિવસની વેલિડિટીવાળા નવા રિચાર્જ પ્લાન રજૂ કર્યા હતા. હવે જિયો તરફથી 21 દેસો માટે નવા પ્લાન લોન્ચ કરાયા છે. આ રિચાર્જ પ્લાન પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ એમ બંને પ્રકારના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ રિચાર્જ પ્લાન દ્વારા તમે આંતરરાષ્ટ્રીય કોલિંગની સુવિધા ઉઠાવી શકો છો. 

જિયોના 7 ઈન્ટરનેશનલ રિચાર્જ પ્લાન લોન્ચ
રિલાયન્સ જિયોએ 21 દેશો માટે 7 નવા ઈન્ટરનેશનલ રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. કંપનીએ ઈન્ટરનેશનલ સબસ્ક્રાઈબર ડાયલિંગ  (ISD) પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાન્સમાં સૌથી સસ્તું રિચાર્જ 39 રૂપિયાનું છે. અને સૌથી મોંઘુ રિચાર્જ 99 રૂપિયાના ઈન્ટરનેશનલ સબસ્ક્રાઈબર ડાયલિંગ પ્લાન છે, જેને ISD પ્લાનના નામથી ઓળખવામાં આવે છે. 

Jio Rs 39 Plan Benefits
જિયોનો 39 રૂપિયાવાળો અમેરિકા અને કનેડા માટે ઈન્ટરનેશનલ કોલિંગ સુવિધા સાથે આવે છે. જેમાં 30 મિનિટનો કોલિંગ સમય મળે છે. 

Jio Rs 49 Plan Benefits
જિયોના 49 રૂપિયાવાળા પ્લાનમાં 20 મિનિટનો કોલિંગ ટાઈમ આપવામાં આવે છે. આ પ્લાન બાંગ્લાદેશમાં ફોન કરવા માટે ઉપલબ્ધ છે. 

Jio Rs 59 Plan Benefits
જિયોનો 50 રૂપિયાવાળો પ્લાન ચાર દેશ માટે ઉપલબ્ધ છે. આ પ્લાન અપનાવીને તમે થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર, અને હોંગકોંગમાં ફોન કરી શકો છો. પ્લાનમાં 15 મિનિટનો કોલિંગ ટાઈમ મળે છે. 

Jio Rs 69 Plan 
જિયોના 69 રૂપિયવાળા પ્લાનમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા માટે 15 મિનિટનો કોલિંગ સમય ઉપલબ્ધ છે. 

Jio Rs 79 Plan Benefits
જિયોના 79 રૂપિયાવાળા પ્લાનમાં પણ ચાર દેશ માટે કોલિંગ સમય છે. ફ્રાન્સ, જર્મની, સ્પેન અને યુકે માટે આ ઈન્ટરનેશનલ પ્લાન ઉપલબ્ધ છે. જેમાં ગ્રાહકોને 10 મિનિટનો કોલિંગ ટાઈમ મળે છે. 

Jio Rs 89 Plan Benefits
જિયોના 89 રૂપિયાવાળા પ્લાનમાં જાપાન, ચીન, આઈટી  ભૂટાન માટે 15 મિનિટનો કોલિંગ ટાઈમ મળે છે. 

Jio Rs 99 Plan Benefits
જિયોના 99 રૂપિયાવાળા પ્લાનમાં સાઉદી અરબ, યુએઈ, કુવૈત, બહરીન અને તુર્કીમાં વાત કરવા માટે 10 મિનિટનો કોલિંગ ટાઈમ ઉપલબ્ધ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news