SAMSUNG એ લોંચ કર્યો દુનિયાનો પહેલો 4 કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો ફીચર્સ
નવા એ9 સ્માર્ટફોનમાં 6.38 ઇંચની ડિસ્પ્લે, ક્વોલકેમ 660 પ્રોસેસર અને 3800 mAhની બેટરી હશે. ચાર કેમેરાવાળો સ્માર્ટફોન બ્લેક, બ્લૂ અને બબલગમ પિંક કલરમાં બજારમાં આવશે. સેમસંગના આ ફોનમાં 128 GBની સ્ટોરેજ કેપેસિટી હશે.
Trending Photos
નવી દિલ્હી: હુવાઇએ વર્ષની શરૂઆતમાં ત્રણ કેમેરાવઍળો સ્માર્ટફોન હુવાઇ પી20 પ્રો (Huawei P20 Pro)ને લોંચ કર્યું હતું. આ ફોનને યૂજર્સને પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે મોબાઇલ નિર્માતા કંપની સેમસંગ ચાર કેમેરાવાળો સ્માર્ટફોનને લોંચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ કંપનીનું મિડ-પ્રીમિયમ સેગ્મેંટનો સ્માર્ટફોન હશે. આ ફોન દ્વારા સેમસંગ સ્માર્ટફોન બજારમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવાની તૈયારી કરી રહી છે.
ચાર કેમેરાથી સજ્જ દુનિયાનો પહેલો સ્માર્ટફોન
ચાર કેમેરાવાળા નવા સ્માર્ટફોન ગેલેક્સી એ9 (Galaxy A9)ને ગુરૂવારે કુઆલાલામ્પુરમાં રજૂ કર્યો. આ દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન છે જેમાં ચાર કેમેરા છે. હજુ આ સ્માર્ટફોનની કિંમત વિશે કંપની દ્વારા જાણકારી આપવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે તેના લોચિંગ વખતે પહેલાં જ તેની કિંમત વિશે જાણકારી આપવામાં આવશે. જાણકારોનું માનવું છે કે ઇન્ડીયન માર્કેટમાં તેને નવેમ્બરમાં લોંચ કરવામાં આવી શકે છે.
નવી ટેક્નિકથી કંપની ખૂબ ઉત્સાહિત
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ તથા મુખ્ય કાર્યકારી અધિકારી ડીજે કોહએ કહ્યું કે કંપની ગેલેક્સી એ9ની સાથે સ્માર્ટફોનમાં નવી કેમેરા ટેક્નોલોજી લોંચ કરવા માટે ઉત્સાહિત છે. સ્માર્ટફોન ઇનોવેશનને લઇને દુનિયામાં અગ્રણી હોવાના નાતે અમે દ્વશ્ય સંચારના માધ્યમથી ઝડપથી વિશ્વમાં સાર્થક ઇનોવેશનની માંગને સમજીએ છીએ. સ્માર્ટફોન કેમેરા વિકાસમાં પોતાની વિરાસતથી આગળ વધીને અમે આખી દુનિયાના ગેલેક્સી પોર્ટફોલિયોમાં નવી પેઢીની ટેક્નોલોજી લોંચ કરી રહ્યા છીએ.
આ હશે ફીચર્સ અને કિંમત
સેમસંગ ગેલેક્સી એ9 સેમસંગની એ સીરીઝનો ભાગ હશે. આ એક મિડ રેંજ સ્માર્ટફોન હશે. જોકે જાણકારોને આશા છે કે તેની કિંમત 50 હજાર રૂપિયાની આસપાસ હશે. ચાર કેમેરામાં 120 ડિગ્રી અલ્ટ્રા વાઇડ એંગલ લેંસની સાથે 8 મેગાપિક્સલ કેમેરા, 2x ઓપ્ટિકલ ઝૂમ સાથે 10 મેગાપિક્સલનો કેમેરો, 24 મેગાપિક્સલ કેમેરો અને લાઇવ ફોકસની સાથે 5 મેગાપિક્સલનો કેમેરો હશે.
નવા એ9 સ્માર્ટફોનમાં 6.38 ઇંચની ડિસ્પ્લે, ક્વોલકેમ 660 પ્રોસેસર અને 3800 mAhની બેટરી હશે. ચાર કેમેરાવાળો સ્માર્ટફોન બ્લેક, બ્લૂ અને બબલગમ પિંક કલરમાં બજારમાં આવશે. સેમસંગના આ ફોનમાં 128 GBની સ્ટોરેજ કેપેસિટી હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે