Samsung મચાવી ધમાલ, 12990ની શરૂઆતી કિંમતમાં લોન્ચ કર્યું નવું Smart TV
દક્ષિણ કોરિયાની દિગ્ગજ ઉપભોક્તા કંઝ્યૂમર કંપની સેમસંગે ગુરૂવારે ફનબિલીએબલ સીરીઝના ટીવીને લોન્ચ કર્યું છે. તેની કિંઅમ્ત 12990 રૂપિયાથી શરૂ થશે. નવી ટીવી લાઇનઅપ 32 ઇંચ અને 43 ઇંચ વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે.
Trending Photos
નવી દિલ્હી: દક્ષિણ કોરિયાની દિગ્ગજ ઉપભોક્તા કંઝ્યૂમર કંપની સેમસંગે ગુરૂવારે ફનબિલીએબલ સીરીઝના ટીવીને લોન્ચ કર્યું છે. તેની કિંઅમ્ત 12990 રૂપિયાથી શરૂ થશે. નવી ટીવી લાઇનઅપ 32 ઇંચ અને 43 ઇંચ વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે.
સેમસંગ ઇન્ડીયાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ, કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસ, રાજૂ પુલ્લને કહ્યું કે ફનબિલીએબલ સીરીઝ અમારા ગ્રાહકોની વધતી જતી આકાંક્ષાઓને પુરી કરીએ છીએ, ખાસકરીને યુવાનોની, જે આવા રોમાંચક ઇનોવેશન ઇચ્છે છે જે તેમના જીવનને સારું બનાવશે. નવી લાઇન-અપ સાથે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ટેલીવિઝનમાં પોતાની માર્કેટ લીડરશિપને અમે વધુ મજબૂત કરીશું.
નવી ટીવી સીરીઝ તમામ સેમસંગ સ્માર્ટ પ્લાઝા, પ્રમુખ ગ્રાહક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ અને તમામ ઓનલાઇન પ્લેટૅફોર્મ પર ઉપલબ્ધ હશે. ટીવીમાં પર્સનલ કોમ્યૂટર મોડ ફીચર છે, જે યૂઝર્સને પોતાની સ્માર્ટ ટીવીને પર્સનલ કોમ્યુટરમાં બદલવાની પરવાનગી આપે છે. ગ્રાહક બ્રાઉજિંગ ઉપરાંત તેના પર બીજું ઘણું બધુ કરી શકે છે.
યૂઝર્સ સ્કૂલ અથવા ઓફિસ પ્રેજેંટેશન બનાવવા માટે ડોક્યૂમેન્ટ્સ બનાવી શકે છે અથવા ક્લાઉડથી વર્ક કરી શકે છે. યૂઝર મોટી સ્ક્રીન અથવા વિસ્તારિત સ્ક્રીન અનુભવ માટે ઇન્ટરનેટ કનેક્શનથી વાયરલેસલી પોતાના લેપટોપને સ્માર્ટ ટીવી સ્ક્રીનમાં મિરર કરી શકો છો.
નવી ટીવી સીરીઝ કંટેન્ટ ગાઇડ સાથે આવે છે, જે યૂઝર્સને નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ વીડિયો, ઝી5, સોનીલિવ, વૂટ વગેરે જેવા લોકપ્રિય એપ્સથી ખાસકરીને તૈયાર કન્ટેન્ટ લિસ્ટમાંથી પોતાની પસંદની મૂવીઝ અને ટીવી શો શોધવામાં મદદ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે