જોરદાર ઓફર! 899 રૂપિયામાં ખરીદો 108MP કેમેરાવાળો Redmi ફોન, 19999 છે MRP
જો તમે 10-15 હજાર રૂપિયામાં સારો 108 મેગાપિક્સલ કેમેરાવાળો ફોન ખરીદી રહ્યાં છો તો રેડમી નોટ 11એસ તમારા માટે છે. એમેઝોન પર તેને 7000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યો છે. એક્સચેન્જ છૂટનો ફાયદો ઉઠાવી તેને 849 રૂપિયામાં ખરીદી શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ સ્માર્ટફોન ખરીદતા સમયે જે ફીચર પર આપણે સૌથી વધુ ધ્યાન આપીએ તે હોય છે ફોનનો કેમેરો. તેવામાં જો તમે 10-15 હજાર રૂપિયામાં 108MP કેમેરાવાળો ફોન શોધી રહ્યાં છો તો Redmi Note 11S તમારા માટે છે. ઈ-કોમર્સ સાઇટ એમેઝોન તેને 7000 રૂપિયાના શાનદાર ડિસ્કાઉન્ટ પર વેચી રહી છે. તમે ઈચ્છો તો એક્સચેન્જ ઓફરનો ફાયદો ઉઠાવી આ ફોનને સસ્તામાં લઈ શકો છો.
શાનદાર છૂટ સાથે ખરીદો Redmi Note 11S
રેડમીના આ 6GB રેમ અને 128GB સ્ટોરેજવાળા વેરિએન્ટને તમે 13000 રૂપિયાથી ઓછામાં ખરીદી શકો છો. તમે 35 ટકા ડિસ્કાઉન્ટ બાદ આ ફોનને 12999 રૂપિયામાં ખરીદી શકો છો. CityBank ના કાર્ડથી ઈએમઆઈ પર ફોન ખરીદશો તો 1000 રૂપિયાનું તત્કાલ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જૂના ફોનના એક્સચેન્જ પર 12150 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે પરંતુ તેની વેલ્યૂ તમારા જૂના ફોનના મોડલ અને કંડીશન પર નિર્ભર રહેશે. તેવામાં તમે આ તમામ એક્સચેન્જ વેલ્યૂ મેળવવામાં સફળ થાય તો 849 રૂપિયામાં ફોન તમારો થઈ જશે.
Redmi Note 11S માં મળશે ખાસ ફીચર્સ
રેડમી નોટ સિરીઝના આ સ્માર્ટફોનમાં 6.43 ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 90Hz રિફ્રેશ રેટનો સપોર્ટ મળે છે. ફોનમાં 8જીબી સુધી રેમની સાથે MediaTek Helio G96 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને ગેમિંગ કે સતત ઉપયોગ દરમિયાન ગર્મ થવાથી બચાવવા માટે તેમાં લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે. ડેડિકેટેડ SD કાર્ડની સાથે તેના સ્ટોરેજને 512GB સુધી વધારી શકાય છે.
કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં રિયર પેનલ પર વર્ટિકલ મોડ્યૂલમાં 108MP પ્રાઇમરી કેમેરા લેન્સની સાથે 8MP અલ્ટ્રા વાઇડ, 2MP મેક્રો અને ચોથો પોટ્રેટ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળે છે. Redmi Note 11S ની 5000mAh ક્ષમતાવાળી બેટરીને 33W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે અને તેમાં USB ટાઇપ-C કનેક્ટિવિટી મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે