આ પ્રીપેડ પ્લાનમાં મળશે 270GB હાઈ-સ્પીડ ડેટા, છ મહિના સુધી નહીં કરવું પડે રિચાર્જ
રિલાયન્સ જીયો અને એરટેલથી અલગ વોડાફોન-આઈડિયાની વાત કરીએ તો તે પોતાના યૂઝર્સને 6 મહિનાની વેલિડિટી વાળા પ્લાન પણ ઓફર કરી રહી છે. આ પ્લાન્સની કિંમત 1197 રૂપિયા છે. આ પ્લાન ઘણા ખાસ ફીચર્સની સાથે આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ પોતાના યૂઝર્સને ઘણા એવા પ્લાન્સ ઉપલબ્ધ કરાવી રહી છે, જેમાં તેને વધુ ડેટા આપવામાં આવી રહ્યો છે. રિલાયન્સ જીયો (Jio) થી લઈને એરટેલ (Airtel) અને વોડાફોન (VI) સુધી કંપનીઓ યૂઝર્સને સારા પ્રીપેડ પ્લાન્સ ઉપલબ્દ કરાવવાનો પ્રયાસ કરી રહી છે. એકબીજાને ટક્કર આપવા માટે અને યૂઝર્સને પોતાના તરફ આકર્ષિત કરવા માટે કંપનીઓ અથાગ પ્રયાસ કરી રહી છે.
રિલાયન્સ જીયો (Jio) અને એરટેલ (Airtel) થી અલગ વોડાફોન-આઈડિયા (Vi) ની વાત કરીએ તો પોતાના યૂઝર્સને 6 મહિનાની વેલિડિટી વાળા પ્લાન પણ ઓફર કરી રહી છે. આ પ્લાનની કિંમત 1197 રૂપિયા છે. આ પ્લાન ઘણા ખાસ ફીચર્સની સાથે આવે છે. તેમાં લાંબી વેલિડિટી, દરરોજ 1.5 જીબી ડેટા, કોલિંગ વગેરેની સુવિધાઓ આપે છે. તો આવો જાણીએ વોડાફોન-આઈડિયાના આ પ્લાનનની ડિટેલ્સ.
વોડાફોન-આઈડિયા (Vi) નો 1197 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 6 મહિના એટલે કે 180 દિવસ છે. તેમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ વેલિડિટી દરમિયાન યૂઝર્સને 270 જીબી ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ સિવાય બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. દરરોજ 100 એસએમએસનો લાભ પણ મળે છે. આ સિવાય વીકેન્ડ ડેટા રોલઓવરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને Vi Movies & TV નું એક્સેસ ફ્રી આપવામાં આવી રહ્યું છે.
વીકેન્ડ ડેટા રોલઓવરમાં જે 5 દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર સુધી બચેલો ડેટા હશે તેને યૂઝર્સ વીકેન્ડ પર ઉપયોગ કરી શકશે. આ પ્લાનને દરેક સર્કલના યૂઝર્સ ઉપયોગ કરી શકે છે. પરંતુ થોડા સમય પહેલા આ પ્લાન નવો સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકો માટે ઉપલબ્ધ હતો.
જીયોનો 1299 રૂપિયા વાળો પ્લાન
જીયો (jio) કંપનીના પોર્ટફોલિયોમાં 1197 રૂપિયાની આસ-પાસનો કોઈ પ્લાન ઉપલબ્ધ નથી. કંપની 1299 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે. તેની વેલિડિટી 336 દિવસ છે. આ સાથે 24 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. ડેટા સ્પીડ પૂરી થયા બાદ યૂઝર્સને 64kbps ની સ્પીડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે. તો 3600 એસએમએસ પણ આપવામાં આવે છે. જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે