WhatsApp Scam: KBC નો આવો મેસેજ આવે તો ભૂલથી પણ રિપ્લાય ન કરતા, નહિ તો...

WhatsApp Fraud: સાયબર ક્રિમિનલ પહેલા તમને વોટ્સએપ પર કેબીસીમાં 25 લાખ રૂપિયા જીતવાનો મેસેજ મોકલે છે... બાદમાં તમને રૂપિયા ટ્રાન્સફર કરતા પહેલા પ્રોસેસિંગ ફી તેમજ અન્ય ટેક્સના નામે રૂપિયા માંગશે... તેમના આ મેસેજથી બચીને રહેજો

WhatsApp Scam: KBC નો આવો મેસેજ આવે તો ભૂલથી પણ રિપ્લાય ન કરતા, નહિ તો...

KBC Scam on WhatsApp: વોટ્સએપનો ઉપયોગ દુનિયાભરમાં થઈ રહ્યો છે. પરંતુ આ પ્લેટફોર્મનો ઉપયોગ સાયબર ક્રાઈમની દુનિયામાં પણ થઈ રહ્યો છે. વોટ્સએપ દ્વારા અલગ અલગ પ્રકારના ફ્રોડ થઈ રહ્યાં છે. તેમાં હાલ સૌથી વધુ કેબીસીના ફ્રોડ સામે આવી રહ્યાં છે. કેબીસીમાં રૂપિયા જીતવાની લાલચમાં લોકો પોતાના રૂપિયા ગુમાવી રહ્યાં છે. ઓનલાઈન ગુનેગારોએ હવે કેબીસીના નામે રૂપિયા વસૂલવાનું શરૂ કર્યુ છે. જો તમે પણ આ ફ્રોડથી બચવા માંગો છો તો આ ટિપ્સ જાણી લેજો. નહિ તો તમારા ખાતામાંથી પણ રૂપિયા ઉપડી જશે.

કેવી રીતે શરૂઆત થાય છે
આ ક્રાઈમની શરૂઆતમાં એક મેસેજ આવે છે, જે વોટ્સએપ પર મોકલવામાં આવે છે. સાયબર ક્રિમિનલ તમને વોટ્સએપ પર એક મેસેજ મોકલે છે. આ મેસેજમાં દાવો કરાય છે કે, તમે કેબીસી તરફથી 25 લાખ રૂપિયાની લોટરી જીતી છે. ટાઈપ મેસેજ ઉપરાંત આ જાણકારી એક વોઈસ નોટના માધ્યમથી આપવામાં આવે છે. 

આ કારણે ફસાય છે લોકો 
સાયબર ક્રિમિનલ્સ ભોળા લોકોને પેચમાં લેવા માટે KBC માટે ઓડિયો ક્લિપ અને ફોટોનો ઉપયોગ કરે છે. કેબીસીના લોગો અને ફોટો મેસેજમાં જોઈને મોટાભાગના લોકો તેને સાચો મેસેજ માનીને ઠગના જાળમાં ફસાઈ જાય છે. અહી તમારે એ સમજવાની જરૂર છે કે, કેબીસી ક્યારેય પણ વોટ્સએપ પર કોઈ ક્વિઝ ચલાવતુ નથી, ન તો વોટ્સએમના માધ્યમથી કોઈ ઈનામ આપે છે. 
 
આવી રીતે ચૂનો લગાવે છે
એકવાર જો તમે આ મેસેજને સાચો માની બેસ્યા તો તે લોકો કામ કરવાનુ શરૂ કરી દે છે. તમે જીતેલી રકમ તમને આપતા પહેલા ટેક્સના રૂપમાં તમારી પાસેથી કેટલાક રૂપિયાની ડિમાન્ડ કરે છે. 25 લાખ રૂપિયાની રાશિની લાલચમાં લોકો આવી જાય છે અને રૂપિયા મોકલી દે છે.  

આવી રીતે રહો સાવધાન

  • જો તમે કોઈ પ્રકારના ઠગથી બચવા માંગો છો તો આ પ્રકારના મેસેજને ઈગ્નોર મારજો
  • મેસેજમાં આપવામાં આવેલ કોઈ પણ લિંક પર ક્લિક ન કરો, ન તો તેમાં આપેલા નંબર પર કોલ કરો
  • જો ભૂલથી તમે આ મેસેજ પર વાતચીત કરવાનું શરૂ કરી દીધું તો ઈનામ માટે રૂપિયા માંગો તો આપશો નહિ
  • શક્ય છે કે ક્રિમિનલ તમારી પાસેથી રૂપિયા ન માંગે, પરંતુ ટ્રાન્સફર કરવા માટે બેન્કિંગ ડિટેઈલ્સ પણ માંગી શકે છે. ભૂલથી તમારી બેન્કિંગ માહિતી શેર ન કરે
  • તેમનો મેલ ઈગ્નોર કરો, કોઈ પણ લિંક પર ક્લિક કરવાથી બચો 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news