મહા વાવાઝોડાને લઇને સરકાર એલર્ટ, જાણો કયા વિસ્તાર પડશે વરસાદ
ગુજરાત પર વાવાઝોડા મહા નો ખતરો યથાવત છે. હવામાન વિભાગે વાવાઝોડા અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, વાવાઝોડું વેરાવળથી 660 કિ.મી. દૂર અરબી સમુદ્રમાં છે. દિવ અને પોરબંદરની વચ્ચે સિવિયર સાયકલોન રૂપે પસાર થશે. વાવાઝોડું છઠ્ઠી મધરાતે ગુજરાતના કાંઠે ટકરાશે. આખા ગુજરાતમાં 6 અને 7 તારીખે વ્યાપક વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો ભારેથી અતિભારે વરસાદ આવશે.