વડોદરા શહેર-જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કલેક્ટરે આપ્યું એલર્ટ
વડોદરામાં આજે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કલેક્ટર શાલિની અગ્રવાલે આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા શહેર અને જિલ્લાના તમામ અધિકારી કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી દેવાઈ છે. તો બીજી તરફ, ભારે વરસાદ પડે તો ઘરમાંથી કામ વગર ન નીકળવાની પણ અપીલ કરી છે. ભારે વરસાદ વરસે તો નીચાણવાળા વિસ્તારો ખાલી કરી દેવા પણ અપીલ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં તાજેતરમાં જ પૂરની સ્થિતિ ઉદભવી હતી, ત્યારે હવે વડોદરામાં ફરીથી એ સ્થિતિ ન ઉદભવે તે માટે તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે.