PM મોદીએ દેશવાસીઓને પાઠવી હોળીની શુભેચ્છા... સુરતીઓ રમ્યા ફોમથી હોળી
દેશભરમાં હર્ષોલ્લાસ સાથે હોળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. કોરોના વાયરસને પગલે PM મોદી સહિત રાષ્ટ્રપતિ કોવિંદ હોળીના તહેવારથી દૂર રહેવાના છે. ત્યારે PM મોદીએ ટ્વીટ કરી દેશના તમામ લોકોને રંગ, ઉમંગ અને આનંદના આ તહેવારની શુભેચ્છા પાઠવી છે. સુરતમાં અનોખી રીતે ધુળેટીની ઉજવણી થઈ રહી છે. રંગ, ઉમંગ અને આનંદના આ તહેવાર પર સુરતમાં સૌથી શાનદાર, સૌથી અનોખી ઉજવણી થઈ રહી છે. ZEE 24 કલાક પર જુઓ હોળી-ધુળેટીના સૌથી અનોખા રંગ. સુરતવાસીઓ ધુળેટી પર ફોમ હોળી રહ્યા છે. એટલે કે આ પર્વમાં પાણીનો ઓછો બગાડ થાય અને કંઈક નવું લાગે તે માટે સુરતવાસીઓ ફીણની હોળી રમી રહ્યા છે.