રાજકોટમાં શરૂ થયો અનોખો ઓક્સિજન પાર્ક

ગ્લોબલ વોર્મિંગને કારણે દિવસેને દિવસે ગરમીના તાપમાનમાં વધારો થતો રહે છે. રાજકોટમાં પણ પર્યાવરણના અભાવે છેલ્લા કેટલાક વર્ષોથી આકરી ગરમી લોકો સહન કરી રહ્યાં છે, ત્યારે શહેરમાં પડી રહેલી આકરી ગરમી સામે નેચર એન્ડ એડવેન્ચર ક્લબનાં ભરતભાઇ સુરેજા અને તેમની ટીમે પર્યાવરણનું બીડું ઝડપી ઓક્સિજન પાર્કની સ્થાપના કરી છે. આ કલબ દ્વારા આજથી એક વર્ષ પહેલાં ઓક્સિજન પાર્કની રચના કરી અલગ અલગ 150 જેટલી ઔષધિના 3000 જેટલા વૃક્ષોનું જતન કરી લોકોને સ્વસ્થ વાતાવરણ આપવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

Trending news