આત્મહત્યા કરતા પહેલા વ્યાપારીએ ફેમેલીના વોટ્સએપ ગ્રુપમાં નાખ્યા હતા મેસેજ
અમદાવાદ:ભરત પટેલ આત્મહત્યા કેસ મામલો: ભરત પટેલે આત્મહત્યા કરતા પહેલા ફેમેલીના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખ્યા.વોટ્સએપ મેસેજમાં બિટીકોઈનના ટ્રાન્જેક્શન મૂક્યા,પોતે નિર્દોષ હોવાના પુરાવા આપ્યા. રાણીપમાં વેપારીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા.વેપારી ભરત પટેલને બીટ કોઈન ટ્રેડિંગમાં આવ્યું હતું નુકસાન. બીટકોઈનમાં રોકાણ કરનાર પોલીસ અધિકારીને થયેલા નુકસાનના દબાણથી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું.વેપારીએ સુસાઇડ નોટમાં પણ DySp અધિકારીના નામનો કર્યો ઉલ્લેખ.પૈસાની માંગણીને લઈ વેપારીને DySp સતત ત્રાસ આપતા હોવાનો આરોપ.