સુજલામ સુફલામ યોજના અંતગર્ત ઉત્તર ગુજરાતના 400થી વધુ તળાવો ભરવામાં આવશે
રાજ્યમાં વરસાદના સાર્વત્રિક વરસાદ થયો છે જોકે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં વરસાદ નથી આ વિસ્તારોમાં પાણી આવે તેવો વરસાદ નથી. સિંચાઈ માટે વધારે પાણીની જરૂરિયાત છે ઘણા બધા જિલ્લાઓમાંથી સિંચાઈ માટે પાણીની રજૂઆત ધારાસભ્યો તરફથી આવી રહી છે. સ્થાનિક તળાવમાં અને નદી-નાળામાં પાણી ન હોવાના કારણે લાખોની સંખ્યામાં ગામડાઓમાં પશુધન પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થાય તેવી સ્થિતિ છે.