આ હોટલમાં રોબોટ પીરસે છે ભોજન, માત્ર એક ઈશારામાં સમજે છે ગ્રાહકનો ઓર્ડર
ચીનની ઈ-કોમર્સ વેબસાઈટ અલીબાબા જૂથ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રોબોટથી સજ્જ એક એવી હોટલ ખોલી છે જેને 'ભવિષ્ય'ની હોટલ કહેવામાં આવી રહી છે
Trending Photos
નવી દિલ્હીઃ ચીનની ઈ-કોમર્સ દિગ્ગજ અલીબાબા જૂથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રોબોટથી સજ્જ એક એવી હોટલ ખોલી છે, જેમાં ચેક-ઈન, લાઈટ કન્ટ્રોલ અને રૂમ સર્વિસ જેવા તમામ કામ ઓટોમેટિક થશે. આ ફ્લાયઝૂ (Flyzoo) હોટલ પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાન્તની રાજધાની હાંગ્ઝોમાં ખોલવામાં આવી છે. અલીબાબા કંપનીનું હેડક્વાર્ટર પણ અહીં જ છે. કંપની તરફથી તેને 'ભવિષ્યની હોટલ' નામ અપાયું છે.
ચીનની સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, ગ્રાહક પોતાનાં ચહેરાને સ્કેન કરીને હોટલમાં ચેક-ઈન(પ્રવેશ) કરી શકે છે. હોટલમાં ફીટ કરવામાં આવેલી સ્કેન સિસ્ટમ ગ્રાહકોના ચહેરાને કી-કાર્ડ તરીકે સમજીને કામ કરે છે. હોટલમાં રોકાતા મહેમાનો આ રોબોટને બોલીને, ટચ કરીને કે ઈશારાથી કમાન્ડ આપી શકે છે.
રોબોટ તેનો જવાબ રોબો એલિજિનીના માધ્યમથી આપશે. અલીબાબાએ તેના સ્માર્ટ સ્પીકર ટીમાલ જીનીમાં ફીટ કરવામાં આવેલા સોફ્ટવેરને 'અલિજિની' નામ આપેલું છે.
લાઈટ, ટીવી અને પડદા પર કન્ટ્રોલ
આ ઉપરાંત અલીબાબાના વોઈસ-એક્ટિવેટેડ ડિજિટલ આસિસટન્ટ દ્વારા ગ્રાહક રૂમમાં લાઈટ, ટીવી અને પડદા પર કન્ટ્રોલ કરી શકશે. ખાવા-પીવાની આઈટમ, કોકટેલ, કોફી સર્વિસ માટે રોબોટ મુકવામાં આવ્યા છે. એક એપ દ્વારા મોબાઈલ પર કેટલીક ક્લિક સાથે હોટલનું બુકિંગ અને ચેક-આઉટ પણ કરી શકાય છે.
ગ્રાહકોનો સમચ બચશે
ફ્લાઈઝુ હોટલના સીઈઓ વાંગ કુને જણાવ્યું કે, "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત આ સિસ્ટમથી ગ્રાહકોનો સમય બચશે. હોટલના કર્મચારીઓને કામમાં રાહત આપવામાં પણ તે મદદરૂપ બનશે." આ હોટલ ચીનની ટેક્નિકલ કંપનીઓનું ટ્રેડિશનલ ઈન્ડસ્ટ્રીઝમાં સામેલ થવાનું એક નવું ઉદાહરણ છે.
વાંગે જણાવ્યું કે, "અમે હોટલ માટે એક 'સ્માર્ટ મગજ' બનાવવા માગીએ છીએ. ભવિષ્યમાં અમે હોટલને વધુ સ્માર્ટ અને વધુ ઓટોમેટિક (સ્વયંસંચાલિત) બનાવવાનું ચાલુ રાખીશું. સાથે જ તેને ગ્રાહકો માટે વધુ અનુકૂલિત પણ બનાવીશું."
આ હોટલમાં કામ કરતા રોબોટનું નિર્માણ અલીબાબાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઉત્પાદનો બનાવતા એકમ અલીબાબા એઆઈ લેબ્સ દ્વારા કરાયું છે. અલીબાબા એઆઈ લેબના ડિરેક્ટર લિયુઆન ચેને જણાવ્યું કે, "આ રોબોટ ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવામાં લાગતો સમય ઘટાડી દેશે. આ સ્માર્ટ હોટલના વિકાસનું આગામી પગલું છે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે