Pakistan Economic Crisis: કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનને ચીની બેંકે આપ્યા 70 કરોડ ડોલર, હજુ 130 ડોલર મળવાની આશા
Pakistan Economic Crisis: પાકિસ્તાનને આર્થિક સંકટ વચ્ચે ચાઈના ડેવલપમેન્ટ બેંક તરફથી પાડોશી દેશ પાકિસ્તાનને 70 કરોડ ડોલરનું ભંડોળ મળ્યું છે. જે કંગાળ થઈ ચૂકેલા દેશ માટે મોટી રાહત છે. આર્થિક મદદ માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) સાથે વાતચીતને અંતિમ સ્વરૂપ આપતા પહેલા પાકિસ્તાનને ચીન તરફથી 70 કરોડ અમેરિકી ડોલરની મદદ મળી.
Trending Photos
Pakistan Economic Crisis: પાકિસ્તાનને આર્થિક સંકટ વચ્ચે ચાઈના ડેવલપમેન્ટ બેંક તરફથી પાડોશી દેશ પાકિસ્તાનને 70 કરોડ ડોલરનું ભંડોળ મળ્યું છે. જે કંગાળ થઈ ચૂકેલા દેશ માટે મોટી રાહત છે. આર્થિક મદદ માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) સાથે વાતચીતને અંતિમ સ્વરૂપ આપતા પહેલા પાકિસ્તાનને ચીન તરફથી 70 કરોડ અમેરિકી ડોલરની મદદ મળી. મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનને ચીન પાસેથી હજુ પણ 130 કરોડ ડોલર મળવાની આશા છે.
નાણામંત્રી ઈશાક ડારે ટ્વીટ કરીને તેની પુષ્ટિ પણ કરી છે. નાણામંત્રી ઈશાક ડારે ટ્વીટ કરીને કહ્યું કે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનને ચાઈના ડેવલપેન્ટ બેંક પાસેથી આજે 70 કરોડ ડોલરનું ફંડ મળ્યું. ત્યારબાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફે 'વિશેષ મિત્ર' પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.
સુરક્ષા બેઠકને સંબોધિત કરતા તેમણે કહ્યું કે 'પાકિસ્તાનનો એક સહયોગી દેશ છે, અમે બધા વિચારી રહ્યા હતા કે તેઓ IMF સંધિની પ્રતિક્ષા કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાની ભૂમિકા ભજવશે પરંતુ તે સહયોગી દેશે થોડા દિવસ પહેલા અમને જણાવ્યું કે અમે સીધી રીતે તમને નાણાકીય મદદ આપી રહ્યા છીએ. આ વાતોને ક્યારેય ભૂલાવી શકાશે નહીં.'
ચીની બેંકના આ સમર્થન બાદ પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર હવે વધીને 4 અબજ અમેરિકી ડોલરની નજીક પહોંચી ગયો છે. જે કેટલાક અઠવાડિયા પહેલા 2.9 અબજ અમેરિકી ડોલરના નિમ્ન સ્તર સુધી ગગડી ગયો હતો.
AlhamdoLilah!
Funds $ 700 million received today by State Bank of Pakistan from China Development Bank. https://t.co/7eLwWkSFgO
— Ishaq Dar (@MIshaqDar50) February 24, 2023
આ અઠવાડિયાની શરૂઆતમાં ડારે જાહેરાત કરી હતી કે ચાઈના ડેવલપમેન્ટ બેંકના બોર્ડે પાકિસ્તાન માટે 70 કરોડ ડોલરની લોનની મંજૂરી આપી છે અને ઔપચારિકતાઓ પૂરી કરી લેવાઈ છે. તેમણે કહ્યું કે તેનાથી દેશમાં ઘટતા વિદેશી મુદ્રા ભંડારને મજબૂતી મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે