Video: જાપાનના પૂર્વ PM શિંજો આબે પર ઘાતક હુમલો કરનારા વિશે થયો ચોંકાવનારો ખુલાસો

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર નારા શહેરમાં ભાષણ દરમિયાન હુમલો થયો. તેમના પર ફાયરિંગ થયું. આ ઘટના બાદ શિંજો આબે બેભાન થઈને પડી ગયા. અફરાતફરીમાં તેમને હેલિકોપ્ટરથી હોસ્પિટલ લઈ જવાયા. શિંજોની હાલત ખુબ જ નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. હુમલાખોરને પોલીસે પકડી લીધો છે. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આખરે તેણે શિંજો આબે પર હુમલો કેમ કર્યો. 

Video: જાપાનના પૂર્વ PM શિંજો આબે પર ઘાતક હુમલો કરનારા વિશે થયો ચોંકાવનારો ખુલાસો

Shinzo Abe Shot: જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર નારા શહેરમાં ભાષણ દરમિયાન હુમલો થયો. તેમના પર ફાયરિંગ થયું. આ ઘટના બાદ શિંજો આબે બેભાન થઈને પડી ગયા. અફરાતફરીમાં તેમને હેલિકોપ્ટરથી હોસ્પિટલ લઈ જવાયા. શિંજોની હાલત ખુબ જ નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. હુમલાખોરને પોલીસે પકડી લીધો છે. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આખરે તેણે શિંજો આબે પર હુમલો કેમ કર્યો. 

ગોળી મારીને ભાગવાની કોશિશ કેમ ન કરી
હુમલાખોરે જેવો શિંજો આબે પર હુમલો કર્યો ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેની ધરપકડ કરી લીધી. સુરક્ષાકર્મીઓએ હુમલાખોર પાસેથી ગન છીનવી લીધી અને તેને જમીન પર સૂવાડી દીધો. જાપાનના એનએચકે વર્લ્ડ ન્યૂઝના રિપોર્ટ મુજબ હુમલાખોરની ઓળખ 41 વર્ષના યામાગામી તેત્સુયા તરીકે થઈ છે. જેની હત્યાના પ્રયત્નના આરોપમાં ધરપકડ કરાઈ. જાપાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ તે મરીન સેલ્ફ ડિફેન્સ ફોર્સનો પૂર્વ સભ્ય છે. જો કે હુમલાનું કારણ સામે આવ્યું નથી. 

— Zee News (@ZeeNews) July 8, 2022

શિંજો આબેના શરીરમાં કોઈ મૂવમેન્ટ નહીં
જાપાનની પોલીસે શિંજો આબે પર હુમલો કરનારા હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. સ્થાનિક મીડિયા જિજિએ જણાવ્યું કે શિંજો આબેના ગળામાંથી લોહી વહી રહ્યું હતું. હાલ સારવાર હેઠળ છે. એવું કહેવાય છે કે હુમલો થયા બાદ તેઓ ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા. ત્યાં હાજર લોકોએ તત્કાળ તેમને સીપીઆર આપ્યું જેથી કરીને જીવ બચી શકે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 8, 2022

અત્રે જણાવવાનું કે તેઓ પોતાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવા માટે નારા પ્રાંત પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગે તેમના પર પાછળથી ગોળી છોડાઈ. જાપાની મીડિયાના જણાવ્યાં મુજબ તેમના શરીરમાં કોઈ મૂવમેન્ટ જોવા મળી રહી નથી અને હાલ તેઓ જીવન અને મોત સામે ઝઝૂમી રહ્યા છે. હુમલાખોરની ગોળી તેમને છાતીમાં વાગી છે. 

— ANI (@ANI) July 8, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news