અજબ-ગજબ: દુનિયાના એવા શોધકર્તા જેમનું મૃત્યુ તેમના જ આવિષ્કારનાં કારણે થયું!

‘આવશ્યકતા જ આવિષ્કારની જનની છે’ આ કહેવત ઘણી લોકપ્રિય છે. જેનો અર્થ થાય છે કે, જીવન જીવવા માટે જે કંઈપણ જરૂરી છે, તે મેળવવા માટે માણસ અથાગ પ્રયાસ કરે છે. માણસ જેમ જેમ પોતાને વિકસીત કરતો જાય છે, તેમ તેમ તેની જરૂરિયાતોનું ક્ષેત્ર પણ વધતુ જાય છે. આજે રેલ અને વિમાન જેવા પરિવહન માટેના સાધનોની શોધથી લાંબામાં લાંબુ અંતર પણ ઓછા સમયમાં કાપી શકાય છે.

અજબ-ગજબ: દુનિયાના એવા શોધકર્તા જેમનું મૃત્યુ તેમના જ આવિષ્કારનાં કારણે થયું!

નવી દિલ્લીઃ ‘આવશ્યકતા જ આવિષ્કારની જનની છે’ આ કહેવત ઘણી લોકપ્રિય છે. જેનો અર્થ થાય છે કે, જીવન જીવવા માટે જે કંઈપણ જરૂરી છે, તે મેળવવા માટે માણસ અથાગ પ્રયાસ કરે છે. માણસ જેમ જેમ પોતાને વિકસીત કરતો જાય છે, તેમ તેમ તેની જરૂરિયાતોનું ક્ષેત્ર પણ વધતુ જાય છે. આજે રેલ અને વિમાન જેવા પરિવહન માટેના સાધનોની શોધથી લાંબામાં લાંબુ અંતર પણ ઓછા સમયમાં કાપી શકાય છે.

પરંતુ એક સમયે એવુ પણ બનતુ હતું કે, એક જગ્યા પરથી બીજી જગ્યા પર પગપાળાં જવામાં વ્યક્તિને ઘણા દિવસો લાગી જતા હતા. કોઈપણ વસ્તુની શોધ કરવી સરળ નથી હોતી. જે-તે શોખખોળમાં વૈજ્ઞાનિકોને વર્ષોના વર્ષો લાગી જાય છે ત્યારે જઈને સફળતા મળે છે. આજે અમે તમને આવા જ કેટલાક શોધકર્તાઓ અને તેમની શોધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની શોધ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ. પરંતુ પણ અફસોસ, તેમની પોતાની શોધ તેમનાં મૃત્યુનું કારણ બની ગઈ.

No description available.

હૉરેસ લૉસન હન્લી (Harris Lawson Hunley) -
29 ડિસેમ્બર, 1823નાં રોજ અમેરિકાના સમર કાઉન્ટીમાં જન્મેલા હૉરેસ લૉસન હન્લેએ હેન્ડહેલ્ડ (હાથથી ચાલતી) સબમરીનની શોધ કરી હતી. જોકે, પરીક્ષણ દરમિયાન તેમની સબમરીન દરિયામાં ડૂબી ગઈ, જેમાં તેઓ પોતાના ક્રૂ સભ્યો સાથે હાજર હતાં. આ અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું.

No description available.

હેનરી સ્મોલિન્સકી (Henry Smolinsky) -
હેનરી સ્મોલિન્સકી ઉડતી કાર બનાવવા માટે જાણીતા છે. 1973માં તેમણે આ આવિષ્કાર કર્યો હતો. જેનું નામ તેમણે 'એવીઈ મિઝાર' રાખ્યું હતું. જ્યારે હેનરી સ્મોલિન્સકીએ ઉડતી કારમાં પરીક્ષણ કરવા ઉડાન ભરી હતી ત્યારે કાર ક્રેશ થઈ અને આ અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું.

No description available.

ફ્રાન્ઝ રીચેલ્ટ (Franz Richelt) -
ઓસ્ટ્રિયામાં જન્મેલા ફ્રાન્ઝ રીચેલ્ટને આધુનિક વિંગસૂટનો શોધકર્તા માનવામાં આવે છે. જોકે, વિંગસૂટનું પરીક્ષણ કરવા માટે પેરિસના એફિલ ટાવર પરથી કૂદતા ફ્રાન્ઝ રીચેલ્ટનું મોત નીપજ્યું હતું. તે સમયે તેમની ઉંમર માત્ર 33 વર્ષની હતી.

No description available.

મેરી ક્યૂરી (Marie Curie) -
પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી મેરી ક્યૂરી, જેમણે રેડિયમ અને પોલોનિયમ નામના બે તત્વોની શોધ કરી હતી. મેરી ક્યૂરીની આ શોધનાં કારણે વર્ષ 1934માં તેમનું અવસાન થયું. મેરી ક્યૂરી રેડિયોએક્ટિવિટી પર કામ કરી રહ્યાં હતાં, પરંતુ રેડિયોએક્ટિવિટી કેટલી જોખમકારક છે તે અંગે કંઈ ખબર નહોતી. જેના કારણે તેમનું મોત નીપજ્યું.

No description available.

વિલિયમ બુલોક (William Bullock) -
અમેરિકાના ગ્રીનવિલેમાં જન્મેલા વિલિયમ બુલોકને રિચર્ડ માર્ચ હોઈ દ્વારા બનાવાયેલા 'રોટરી પ્રિન્ટિંગ પ્રેસ'માં સુધારા કરવા માટે જાણવામાં આવે છે. તેમના કારણે જ પ્રિન્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. જોકે, પોતાનું પ્રિન્ટિંગ મશીન રિપેર કરતા સમયે તેમાં ફસાઈ જતા વિલિયમ બુલોકનું મોત નીપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news