બ્રાઝિલની અત્યંત લોકપ્રિય સિંગરનું વિમાન દુર્ઘટનામાં મોત, પ્લેન ક્રેશ પહેલા શેર કર્યો હતો આ Video
Trending Photos
નવી દિલ્હી: બ્રાઝિલની ફેમસ યંગ સ્ટાર સિંગર મારિલિયા મેન્ડોન્કાનું એક પ્લેન ક્રેશમાં નિધન થયું છે. તે 26 વર્ષની હતી. સિંગરના નિધનની જાણકારી અધિકારીઓએ આપતા એમ પણ જણાવ્યું કે આ પ્લેન અકસ્માતમાં મારિલિયા સાથે તેના એક અંકલ અને એક પ્રોડ્યુસર તથા બે ક્રુ મેમ્બર્સના પણ મોત નિપજ્યા છે. આ અકસ્માત કેવી રીતે થયો તેની હજુ કોઈ જાણકારી સામે આવી નથી.
બ્રાઝિલના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
મારિલિયા મેન્ડોન્કાના નિધન પર શોક વ્યક્ત કરતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોએ ટ્વીટ કરીને લખ્યું કે આ ખબરથી આખો દેશ સ્તબ્ધ છે. મેન્ડોન્કા પોતાની પેઢીના મહાન કલાકારોમાંથી એક હતી.
ન્યૂઝ વેબસાઈટ G1 ના જણાવ્યાં મુજબ પ્લેન મધ્ય પશ્ચિમી શહેર ગોઈયાનિયાથઈ કેરિંગા જઈ રહ્યું હતું. જ્યાં 26 વર્ષની મેન્ડોન્કા શુક્રવારે આ મ્યૂઝિક કોન્સર્ટમાં સામેલ થવા જઈ રહી હતી. દુર્ઘટના કેરિંગાના એક ગ્રામિણ વિસ્તારમાં ઘટી. રિપોર્ટમાં કહેવાયું છે કે પ્લેન ક્રેશના કારણોની અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
આલ્બમ 'સર્ટેન્ઝો' માટે પ્રખ્યાત હતી સિંગર
મારિલિયાએ વર્ષ 2019માં સર્વશ્રેષ્ઠ આલ્બમ 'સર્ટેનઝો' (2019) દ્વારા પોતાની ઓળખ બનાવી હતી. આ આલ્બમ માટે તેણે ગ્રેમી એવોર્ડ પણ જીત્યો હતો. મારિલિયા ફક્ત બ્રાઝિલમાં જ નહીં અલગ અલગ દેશોમાં પણ લોકપ્રિય હતી. તેને યૂટ્યુબ પર લગભગ 2.2 કરોડ લોકો ફોલો કરતા હતા. સ્પોટફાય પર 80 લાખથી વધુ લોકો તેને દર મહિને સાંભળતા હતા. ગત વર્ષે કોવિડ-19 મહામારીમાં તેણે લોકોની મદદ માટે યુટ્યૂબ પર લાઈવ સ્ટ્રિમનો 3.3 મિલિયન વ્યૂઅર્સનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
પ્લેન ક્રેશ પહેલા સિંગરે કરી હતી પોસ્ટ
મારિલિયાએ પ્લેન ક્રેશ થયાના ગણતરીના કલાકો પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તે એક પ્રાઈવેટ એરક્રાફ્ટ પર બોર્ડ કરવાની તૈયારી કરતી જોવા મળી હતી. રિપોર્ટનું માનીએ તો મારિલિયા પોતાની પાછળ બે વર્ષના બાળકને મૂકી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે