Moon Mission: ચંદ્રના પેટાળમાં છૂપાયેલો છે ભવિષ્યનો ખજાનો, આ રોવરે આપી વિશેષ જાણકારી
ચંદ્રયાન 3ના લેન્ડિંગ પહેલા 21 ઓગસ્ટના રોજ ઈસરોએ તસવીર શેર કરીને જણાવ્યું કે ચંદ્રના કયા ભાગ પર વિક્રમ લેન્ડર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. આ બધા વચ્ચે ચીનનું રોવર પણ ચંદ્રની સપાટીને સમજવાની કોશિશ કરી રહ્યું છે. યુટુ-2 રોવર દ્વારા ચીન ચંદ્રની સપાટીની જાણકારી મેળવવાની કોશિશમાં છે.
Trending Photos
Yutu-2 Rover on Moon: ચંદ્રના દરવાજે ચંદ્રચાન 3 ચક્કર કાપી રહ્યું છે. બધું ઠીક રહેશે તો ચંદ્રયાન 3 23 ઓગસ્ટના રોજ સાંજે 6.04 વાગે ચંદ્રની ધતી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. કોઈ ટેક્નિકલ ખામી છેલ્લી ઘડીએ ન આવી તો ભારત સ્પેસ જગતમાં એક નવો મુકામ હાંસલ કરશે. ચંદ્રયાન 3ના લેન્ડિંગ પહેલા 21 ઓગસ્ટના રોજ ઈસરોએ તસવીર શેર કરીને જણાવ્યું કે ચંદ્રના કયા ભાગ પર વિક્રમ લેન્ડર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. આ બધા વચ્ચે ચીનનું રોવર પણ ચંદ્રની સપાટીને સમજવાની કોશિશ કરી રહ્યું છે. યુટુ-2 રોવર દ્વારા ચીન ચંદ્રની સપાટીની જાણકારી મેળવવાની કોશિશમાં છે.
યુટુ 2 રોવર
ચેન્જ ઈ-4 લેન્ડર દ્વારા યુટુ 2 રોવરને ચંદ્ર પર ઉતારવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે યુટુ-2 પહેલીવાર ચંદ્રની સપાટીથી લગભગ 300 મીટર નીચે દાખલ થયું અને જે જાણકારી મોકલી છે તે ચોંકાવનારી છે. જેમાં લૂનર પેનટેરેટિંગ રડાર લગાવવામાં આવ્યું છે જેના દ્વારા તે અલગ અલગ ઊંડાઈવાળી જગ્યાઓની જાણકારી આપવામાં સક્ષમ છે. 2020માં યુટુ2એ 40 મીટરની ઊંડાઈ પર મળનારા પથ્થરો વિશે જાણકારી આપી હતી જો કે હવે 300 મીટર નીચે સુધીની જાણકારી મેળવવામાં આવી છે. ચંદ્રની સપાટીથી 90 મીટરની ઊંડાઈ પર પાંચ લેયરનો અભ્યાસ કરવામાં આવ્યો છે. દરેક લેયરની જાડાઈ અલગ અલગ છે. ખાસ વાત એ છે કે વધુ ઊંડાણ પર મળી આવતા લેયરની જાડાઈ વધુ છે.
ચંદ્ર પર જ્વાળામુખી
ચીની ટીમનું માનવું છે કે ચંદ્ર ઉપર પણ જ્વાળામુખી હતા. ચીની વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજ ચંદ્ર પર મારિયા નામનો સમુદ્ર વિશાળ બેસાલ્ટિક પ્લેન હતો. કરોડો વર્ષ પહેલા જ્વાળામુખીમાથી નીકળેલા લાવાના કારણે ચંદ્રની સપાટી પર અલગ અલગ આકૃતિઓનું નિર્માણ થયું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચંદ્રની સપાટી પર પથ્થરોની જાડાઈમાં ફેરફાર એ વાત તરફ ઈશારો કરે છે કે જેમ જેમ લાવાનો ઉદ્ગાર થયો પથ્થરોની જાડાઈમાં પરિવર્તન થતું ગયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે