Valentine Week - Chocolate Day: કુછ મીઠા હો જાયે...જાણો 4 હજાર વર્ષ જૂનો ચોકલેટનો ઈતિહાસ

કોઈ પણ નાના બાળક કે પછી યુવતી સામે ચોકલેટનું નામ લો...તેમના ચહેરા ખીલી ઉઠશે. ચોકલેટ આમ તો દરેક વર્ગને પસંદ હોય છે પરંતું બાળકો અને યુવતીઓમાં ચોકલેટ પ્રત્યે અલગ જ ક્રેઝ હોય છે. તેમને કોઈ પણ સમયે કેટલી પણ ચોકલેટ આપો તે લોકો ચોકલેટને ક્યારે ના નથી કહેતા...એટલે પ્રેમી તેની પ્રેમિકાને બીજી કોઈ મોંઘી ગિફ્ટ આપે કે ન આપે પરંતું ચોકલેટ ચોક્કસથી આપે છે. 14 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણી કરાય છે. વેલેન્ટાઈન ડે પહેલાના અઠવાડિયાને 'વેલેન્ટાઈન વીક' તરીકે પ્રેમી યુગલો આ પર્વ મનાવતા હોય છે. આ વેલેન્ટાઈન વીકમાં 9 ફેબ્રુઆરીએ એટલે કે વીકના ત્રીજા દિવસે 'ચૉકલેટ ડે' મનાવવામાં આવે છે. તમારી ફેવરિટ ચોકલેટની શરૂઆત ક્યા થઈ? અને તમે ક્યારે તીખી ચૉકલેટ વિશે સાંભળ્યું છે?...અહીં જાણો ચૉકલેટ વિશે રસપ્રદ જાણકારી

Valentine Week - Chocolate Day: કુછ મીઠા હો જાયે...જાણો 4 હજાર વર્ષ જૂનો ચોકલેટનો ઈતિહાસ

વિરલ પટેલ, અમદાવાદઃ ચોકલેટ જેટલી સ્વાદિષ્ટ છે તેનો ઈતિહાસ પણ છે તેટલો જ રસપ્રદ છે. જો ચોકલેટ તીખી હોય તો!... વાંચીને અજુગતુ લાગશે પરંતું વર્ષો પહેલાં તીખી ચોકલેટ ખાવાનો લોકોમાં ક્રેઝ હતો. નાના બાળકો હોય કે યુવતીઓ ચોકલેટ તેમની પહેલી પસંદ હોય છે.  દર વર્ષે વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે 'ચોકલેટ ડે' મનાવાય છે...આજના દિવસે ચોકલેટ વિશે જાણો રસપ્રદ વાતો...

 

ચોકલેટનો ઈતિહાસ
ચૉકલેટ જેટલી સ્વાદિષ્ટ છે તેનો ઈતિહાસ તેટલો જ રસપ્રદ છે. માનવામાં આવે છે કે દુનિયામાં અંદાજે 4 હજાર વર્ષ પહેલા ચૉકલેટ આવી હતી. પહેલીવાર ચૉકલેટનું ઝાડ અમેરિકામાં જોવા મળ્યું. અમેરિકાના જંગલમાં ચૉકલેટના વૃક્ષમાં આવેલા ફળોના બીજમાંથી ચૉકલેટ બનાવવામાં આવી. સૌથી પહેલા દુનિયામાં અમેરિકા અને ત્યારબાદ મેક્સિકોમાં ચૉકલેટ બનાવવાનો પ્રયોગ કરવામાં આવ્યો. કહેવાય છે કે વર્ષ 1528માં સ્પેનના રાજાએ મેક્સિકો પર ચડાઈ કરી હતી. અહી મેક્સિકોના રાજાને કોકો ખૂબ પસંદ આવ્યો. સ્પેનના રાજા કોકોના બીજ મેક્સિકોથી સ્પેનમાં લઈ આવ્યા. ત્યારબાદ ચૉકલેટનું ચલણ શરૂ થયું

ચોકલેટ શરૂઆતમાં હતી તીખી તમતમતી
કોઈને પણ નવાઈ લાગે કે ચોકલેટ તીખી કેવી રીતે હોઈ શકે. શરૂઆતમાં જ્યારે ચૉકલેટ આવી ત્યારે તેનો સ્વાદ તીખો હતો. ચોકલેટનો સ્વાદ બદલવા તે સમયે તેમા મધ, વેનિલા સહિતની વસ્તુઓ ઉમેરવામાં આવી. આ વસ્તુઓને ઉમેરી કોલ્ડ કોફી જેવો પ્રદાર્થ તૈયાર કરવામાં આવ્યો.  તે સમયે ડૉકટર સર હૈંસ સ્લોને આ રીતે તૈયાર કરવામાં આવેલા પીણીને ખાઈ શકાય તે રીતે બનાવ્યું અને ત્યારબાદ બનેલા પ્રદાર્થને કેડબરી મિલ્ક ચૉકલેટ નામ આપવામાં આવ્યું.

યુરોપ અને બ્રિટનમાં ચૉકલેટ બનાવવાની રીત બદલાઈ
વર્ષ 1828માં ડચ કેમિસ્ટ કોનરાડ જોહાન્સ વાન હોટન નામની વ્યક્તિએ 'કોકો પ્રેસ' નામની મશીન બનાવી.  આ મશીનની મદદથી ચૉકલેટમાં રહેલું તીખાપણનું તત્વ દૂર કરવામાં આવ્યું.  ત્યારબાદ વર્ષ 1828માં બ્રિટીશ ચૉકલેટ કંપની જે.એર. ફ્રાઈ એન્ડ સન્સે પહેલીવાર કોકોમાં બટર, દૂધ અને ખાંડને મિક્સ કરીને પહેલીવાર ચૉકલેટને કઠણ રૂપ આપ્યું.

ચોકલેટનો ઈતિહાસ તો જાણ્યો હવે તેના ફાયદા વિશે જાણો..
1. ચૉકલેટ ખાવાના આમ તો ઘણા ફાયદા છે. ચૉકલેટમાં આવતા કેટલાક નેચરલ કેમિકલ્સ તમારા મૂડને વધુ સારો બનાવે છે. ચૉકલેટમાં ટ્રીપ્ટોફૈન નામનું દ્રવ્ય હોય છે જેનાથી ચૉકલેટ આરોગનાર વ્યક્તિ ખુશ રહે છે. ટ્રીપ્ટોફૈન તમારા મગજમાં ઈંડોરફિન લેવલને પ્રભાવિત કરે છે જેના કારણે ચૉકલેટ ખાનાર હેપ્પી ફિલ કરે છે.

2. ચૉકલેટ ખાવાથી તમારા હ્રદયને પણ સીધો ફાયદો થાય છે. ચૉકલેટ ખાવાથી હ્રદયની બિમારી થવાનો ખત્તરો ઓછો થઈ જાય છે.

3. માનસિક તણાવ દૂર કરવા માટે ઉપયોગી છે ચૉકલેટ. ચૉકલેટમાં ઓક્સિડેટીવ તત્વ હોય છે. ઓક્સિડેટીવ તણાવ દૂર કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

4. ચૉકલેટમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ ભરપૂર હોય છે, જેનાથી ચૉકલેટ ખાનારની ત્વચા વધુ તંદુરસ્ત રહે છે. ચૉકલેટના કારણે વધતી ઉમરના કારણે જોવા મળતી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે. ચૉકલેટનો ઉપયોગ એટલે બ્યુટી ટ્રીટમેન્ટમાં પણ કરવામાં આવે છે.

5. જે લોકોને બ્લ્ડપ્રેશરની સમસ્યા હોય તે લોકો માટે ચૉકલેટનું સેવન કરવું લાભદાયી છે.બ્લડપ્રેશર ઘટવાની સ્થિતિ પર ચૉકલેટનું સેવન કરવાથી તેનાથી તરત જ રાહત મળી જાય છે. બ્લ્ડપ્રેશર ઘટવાની સમસ્યા હોય તો તેને ચૉકલેટ સાથે રાખવી જોઈએ.

6. એક રિસર્ચ અનુસાર દરરોજ બે કપ હૉટ ચૉકલેટ ડ્રિંક પીવામાં આવે તો મગજ સ્વસ્થ રહે છે અને યાદશક્તિ ઓછી થતી નથી.ચૉકલેટના કારણે મગજમાં રકતસંચાર તેજ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news