VIDEO: એવો તે કયો ડર હતો પાકિસ્તાનને કે તાબડતોબ અભિનંદનની ઘરવાપસી કરાવી? હવે થયો ખુલાસો
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને માત્ર એટલા માટે છોડી નહતા મૂક્યા કારણ કે તેઓ ભારત સાથે સંબંધ બગાડવા નહતા માંગતા. પરંતુ તેમને ડર હતો કે ભારત તેમના પર એટેક કરી દેશે.
Trending Photos
ઈસ્લામાબાદ: ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન(Abhinandan Varthaman)ને પાકિસ્તાને (Pakistan) માત્ર એટલા માટે છોડી નહતા મૂક્યા કારણ કે તેઓ ભારત સાથે સંબંધ બગાડવા નહતા માંગતા. પરંતુ તેમને ડર હતો કે ભારત તેમના પર એટેક કરી દેશે. અભિનંદનની ઘર વાપસીના લાંબા સમય બાદ પાકિસ્તાની સાંસદ અયાઝ સાદિકે(ayaz sadiq) ઈમરાન ખાન સરકારના ડરનો ખુલાસો કર્યો છે.
છોડી દેવો જોઈએ
અયાઝે દાવો કર્યો કે અભિનંદનના છૂટકારાને લઈને પ્રધાનમંત્રી ઈમરાન ખાન(Imran Khan) અને વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી(Shah Mahmood Qureshi) દહેશતમાં હતા. કુરેશીએ તો એટલે સુધી કહ્યું હતુ કે ભારત પાકિસ્તાન પર એટેક કરવાનું છે અને આથી અભિનંદનને છોડી મૂકવો જરૂરી છે.
ઈમરાન ખાન નહતા આવ્યા બેઠકમાં
અયાઝે સંસદમાં પોતાના ભાષણમાં સરકારને નિશાન બનાવતા કહ્યું કે કુલભૂષણ માટે આપણે વટહુકમ લઈ આવ્યા નથી. કુલભૂષણને જેટલી આ હુકૂમતે એક્સેસ આપી એટલી અમે આપી નહતી. તેમણે કહ્યું કે 'અભિનંદનની શું વાત કરો છો, શાહ મહેમૂદ કુરેશી અને આર્મી ચીફ તે મિટિંગમાં હતા. કુરેશીએ કહ્યું હતું કે અભિનંદનને પાછા જવા દો. ખુદા કા વાસ્તા અભિનંદનને જવા દો. ભારત રાતે 9 વાગે એટેક કરવાનું છે. તે બેઠકમાં ઈમરાન ખાને આવવાની ના પાડી દીધી હતી.'
ध्यान से सुने।
पाकिस्तान असेंबली में बड़ा बयान।।
बहादुर अभिनन्दन को पाकिस्तान यू ही नही छोड़ा ! pic.twitter.com/9d5gagxnui
— Ravindra Singh (@ravindrak2000) October 28, 2020
થરથર કાંપતા હતા પગ
અયાઝે કહ્યું કે હિન્દુસ્તાન કોઈ હુમલો કરવાનું નહતું. સરકારને ઘૂંટણિયે પાડીને અભિનંદનને પાછો મોકલવાનો હતો અને તેમણે એવું જ કર્યું. આ બેઠકમાં કુરેશીના પગ કાંપતા હતા, તેઓ બધાને એમ કહીને ડરાવતા હતા કે જો અભિનંદનને ન છોડ્યો તો ભારત રાતે 9 વાગે હુમલો કરી દેશે. જ્યારે હકીકતમાં આવું કઈ જ થવાનું નહતું.
શું છે મામલો
નોંધનીય છે કે ગત વર્ષે અભિનંદનનું વિમાન ક્રેશ થયું હતું અને તેઓ પીઓકેમાં ફસાયા હતા. અહીં તેમને પાકિસ્તાની સૈનિકોએ પકડી લીધા હતા. પાકિસ્તાને અભિનંદનને માનસિક રીતે તોડવાની ઘણી કોશિશ કરી પરંતુ સફળ થયા નહીં. આખરે પાકિસ્તાને અભિનંદનને 1 માર્ચના રોજ અટારી-વાઘા બોર્ડર પરથી ભારતને સોંપવો જ પડ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે