વિદેશમાં પણ લતા મંગેશકરના નિધન પર શોક, પાકિસ્તાની મંત્રીએ કહ્યું- 'એક યુગનો થયો અંત'

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે ચીનની મુલાકાત લેનારા પ્રતિનિધિમંડળનો ભાગ બનેલા ચૌધરીએ બેઇજિંગથી ઉર્દૂમાં શોક સંદેશ ટ્વિટ કર્યો. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે 'લતા મંગેશકરના નિધનથી સંગીતના એક યુગનો અંત આવ્યો છે.

 વિદેશમાં પણ લતા મંગેશકરના નિધન પર શોક, પાકિસ્તાની મંત્રીએ કહ્યું- 'એક યુગનો થયો અંત'

ઈસ્લામાબાદ: ભારત રત્ન સુર સામ્રાજ્ઞિ લતા મંગેશકરના નિધન પર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ શોકની લહેર ફરી વળી છે. આનાથી ખબર પડે છે કે સમગ્ર વિશ્વમાં તેમના લાખો નહીં, કરોડો ચાહકો છે. પાકિસ્તાનના સૂચના મંત્રી પ્રધાન ફવાદ ચૌધરીએ પણ સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે તેમણે દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યું છે અને તેમના અવાજનો જાદુ કાયમ રહેશે.

તેમણે દાયકાઓ સંગીતની દુનિયામાં કર્યું રાજ
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે ચીનની મુલાકાત લેનારા પ્રતિનિધિમંડળનો ભાગ બનેલા ચૌધરીએ બેઇજિંગથી ઉર્દૂમાં શોક સંદેશ ટ્વિટ કર્યો. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે 'લતા મંગેશકરના નિધનથી સંગીતના એક યુગનો અંત આવ્યો છે. લતાએ દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યું અને તેમના અવાજનો જાદુ કાયમ રહેશે. તેમણે કહ્યું, 'જ્યાં પણ ઉર્દૂ બોલાય છે અને સમજાય છે, ત્યાં લતા મંગેશકરને અલવિદા કહેનારા લોકોની હુજૂમ છે.

— Ch Fawad Hussain (@fawadchaudhry) February 6, 2022

— Amir Raza Khan (@AmirRazakhan042) February 6, 2022

— Amir Raza Khan (@AmirRazakhan042) February 6, 2022

પાકિસ્તાની ટીવી પર પણ પ્રસારિત થયા લતાજીના મૃત્યુના સમાચાર
જણાવી દઈએ કે લતા મંગેશકરની બહેન ઉષા મંગેશકર અને તેમની સારવાર કરનારા ડોક્ટરોએ જણાવ્યું કે 92 વર્ષીય ગાયિકાના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે રવિવારે સવારે 8.12 વાગ્યે તેમનું નિધન થયું હતું. લતા મંગેશકરના મૃત્યુના સમાચાર ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે અને લગભગ તમામ ટીવી ચેનલો તેમના નિધનના સમાચાર સાથે તેમના સદાબહાર ગીતો પ્રસારિત કરી રહી છે. મંગેશકરના મૃત્યુના સમાચાર પાકિસ્તાનના સરકારી ટીવી પર પણ પ્રસારિત થયા, જે સરહદ પાર તેમની લોકપ્રિયતા દર્શાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news