ઇટાલીમાં એવું તે શું થયું કે ચીન કરતા પણ વધારે નાગરિકોનાં મોત થયા ?

કોરોના અંગે આજે સમગ્ર વિશ્વ જાણે છે અને સમગ્ર વિશ્વ એટલું પણ જાણે છે કે કોરોના વાયરસનાં સંક્રમણની શરૂઆત ચીનથી થઇ. ચીનમાં જ કોરોના નામનો વાયરસ પેદા થયો અને હવે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુક્યો છે પરંતુ ઇટાલી માટે કોરોના સૌથી વધારે ઘાતક સાબિત થયો છે.  ઇટાલીમાં કોરોનાને કારણે થનારા મોતનો આંકડો ચીન કરતા પણ વધારે થઇ ચુક્યો છે. ઇટાલીની હાલતનાં કારણે વિશ્વમાં દહેશત વધી ગઇ છે અને તે સાબિત થઇ ચુક્યું છે કે દેશ કોઇ પણ હોયજો તેને કોરોના મુદ્દે જરા પણ લાપરવાહી કરી તો તેનું પરિણામ ખુબ જ ખરાબ આવી શકે છે. 

ઇટાલીમાં એવું તે શું થયું કે ચીન કરતા પણ વધારે નાગરિકોનાં મોત થયા ?

નવી દિલ્હી : કોરોના અંગે આજે સમગ્ર વિશ્વ જાણે છે અને સમગ્ર વિશ્વ એટલું પણ જાણે છે કે કોરોના વાયરસનાં સંક્રમણની શરૂઆત ચીનથી થઇ. ચીનમાં જ કોરોના નામનો વાયરસ પેદા થયો અને હવે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુક્યો છે પરંતુ ઇટાલી માટે કોરોના સૌથી વધારે ઘાતક સાબિત થયો છે.  ઇટાલીમાં કોરોનાને કારણે થનારા મોતનો આંકડો ચીન કરતા પણ વધારે થઇ ચુક્યો છે. ઇટાલીની હાલતનાં કારણે વિશ્વમાં દહેશત વધી ગઇ છે અને તે સાબિત થઇ ચુક્યું છે કે દેશ કોઇ પણ હોયજો તેને કોરોના મુદ્દે જરા પણ લાપરવાહી કરી તો તેનું પરિણામ ખુબ જ ખરાબ આવી શકે છે. 

ઇટાલીમાં કોરોનાને કારણે 3400 લોકોનાં મોત
ઇટાલીમાં કોરોનાને કારણે 3400થી પણ વધારો લોકોનાં મોત થઇ ચુક્યા છે. ગુરૂવારે ઇટાલીમાં 427 લોકોનું કોરોના વાયરસના કારણે મોત થઇ ગયું જેના કારણે મરનારાઓનો કુલ આંકડો 3405 થઇ ગયો. ચીનમાં અત્યાર સુધી 3245 લોકો આ બિમારીના કારણે મર્યા હતા. આ આંકડા ગુરૂવાર સુધીનાં છે. મોતનો આંકડો ઇટાલીમાં સતત વધતો જ જઇ રહ્યો છે જ્યારે ચીન તે અંગે ઘણી હદ સુધી કાબુ મેળવી ચુક્યો છે. આ આંકડો ગુરૂવાર સુધીનો છે. મોતનો સિલસિલા ઇટાલીમાં વધતો જઇ રહ્યો છે જ્યારે ચીન તે અંગે કાબુ મેળવી ચુક્યું છે. 12 માર્ચથી ઇટાલીમાં લોકડાઉન છે અને ક્યાં સુધી રહેશે તેનો અંદાજ સરકારને પણ નથી. કોરોના વાયરસ કોઇ પણ દેશને કેવા પ્રકારે લાચાર બનાવી દેતા હોય છે. 

કોરોના LIVE: યુપી સરકાર 3 મોટા શહેરોને કરશે સેનિટાઇઝ, સરકારની અનેક જાહેરાત
ચીનમાં હવે કોરોના વાયરસનો અંત
 ઇટાલીમાં વસ્તી લગભગ 6 કરોડ છે. જેમાં વૃદ્ધોની વસ્તી ઇટાલીમાં નંબર 2 પર છે. મરનારાઓમાં મોટા ભાગનાં 70થી વધારે ઉંમરનાં લોકો છે. ઇટાલીમાં જ્યારે મોતના કિસ્સાઓનો રેકોર્ડ બની રહ્યો છે, ત્યારે ચીનમાં હવે કોરોના વાયરસ છેલ્લા શ્વાસ લેતો હોવાનું જોવા મળી રહ્યું છે. ચીનનાં વુહાન શહેરથી કોરોનાની શરૂઆત થઇ હતી. જો કે ત્યાં હવે નવો કોઇ કેસ સામે નથી આવી રહ્યો. ઇટાલીમાં કોરોના વાયરસ મુદ્દે ખુબ જ રેઢીયાળ વલણ અપનાવવામાં આવ્યું. તેવામાં સવાલ થાય છે કે ઇટાલી અને ચીન વચ્ચે એવો કયો મોટો સંબંધ છે જેના કારણે ઇટાલીમાં તે ફેલાઇને બેકાબુ થઇ ગયો.

કોરોના પાર્ટી! કનિકા ઉપરાંત વસુંધરા રાજે, દુષ્યંતસિંહ અને યુપીનાં સ્વાસ્થય મંત્રી સેલ્ફ આઇસોલેટેડ
આ કારણે કોરોનાએ ઇટાલીમાં મચાવી તબાહી
ઇટાલીમાં ફેશનનો ખુબ જ મોટો ઉદ્યોગ છે. ઇટાલી કપડાની સપ્લાઇ ચીનમાંથી થાય છે. ઇટાલીનાં ફેશ હાઉસમાં મોટા પ્રમાણમાં ચીની મજુરો કામ કરે છે જેમાંથી મોટા ભાગના વુહાનના નાગરિકો છે. આ જ કારણે વુહાનથી વાયરસ ઇટાલી પહોંચ્યો અને ત્યાર બાદ ઇટાલીમાં તબાહી મચાવવા લાગ્યો. કોરોના મુદ્દે ઇટાલીમાં તંત્રની ઉંઘ ઘણી મોડી ખુલી અને જ્યારે ખુલી ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઇ ચુક્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news