અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અરબીમાં ટ્વિટ કરી ઇરાનને આપી ધમકી, કહ્યું-અમે જોઇ રહ્યા છીએ
ઇરાન (Iran) અને અમેરિકા (US) ની વચ્ચે સ્થિતિ હજુ સામાન્ય નથી. બંને દેશોના વચ્ચે તણાવ યથાવત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) અવાર-નવાર ઇરાનને નવી ધમકી આપી રહ્યા છે. પોતાના એક નવા ટ્વિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચેતાવણી આપતાં પ્રદર્શનકારીને ન મારવાની વાત કહી છે.
Trending Photos
અમેરિકા: ઇરાન (Iran) અને અમેરિકા (US) ની વચ્ચે સ્થિતિ હજુ સામાન્ય નથી. બંને દેશોના વચ્ચે તણાવ યથાવત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) અવાર-નવાર ઇરાનને નવી ધમકી આપી રહ્યા છે. પોતાના એક નવા ટ્વિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચેતાવણી આપતાં પ્રદર્શનકારીને ન મારવાની વાત કહી છે. ડોનાલ્ડ ટ્રંપે અરબી ભાષામાં ટ્વિટ કર્યું. તેમણે લખ્યું 'ઇરાનના નેતાઓ માટે- પોતાના પ્રદર્શનકારીઓને મત મારો. તમારા દ્વારઆ પહેલા6 જ હજારો લોકોને મારી દીધા અથવા જેલમાં નાખી દેવામાં આવ્યા અને દુનિયા તેને જોઇ રહી છે. તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે US જોઇ રહ્યું છે. પોતાનું ઇન્ટરનેટ ફરીથી ચાલુ કરો અને પત્રકારોને સ્વતંત્ર રીતે કામ કરવા દો. પોતાના મહાન ઇરાની નાગરિકોને મારવાનું બંધ કરો.
ડોનાલ્ડ ટ્રંપે એ પણ કહ્યું કે જો ઇરાન વાતચીત કરવા ઇચ્છે છે તો અમેરિકા તેના માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રંપે પોતાના એક બીજા ટ્વિટમા6 લખ્યું 'રાશ્ટ્રીય સુરક્ષા સલાહકારે આજે સલાહ આપી કે ઇરાન પર પ્રતિબંધો અને ત્યાં થઇ રહેલા વિરોદહ પ્રદર્શનોને તે દેશનો શ્વાસ રૂંધાઇ રહ્યો છે. તેમણે વાતચીત માટે મજબૂર કરવામાં આવશે. હકિકતમાં જો વાતચીત કરે છે તો મને પણ તેની ઓછી ચિંતા નથી. હવે આ તેમના પર નિર્ભર કરશે. કોઇ પરમાણુ હથિયાર નહી અને પોતાના પ્રદર્શનકારીઓને મત મારો.
خطاب به رهبران ايران: معترضان خود را نكشيد. هزاران تن تاكنون به دست شما كشته يا زنداني شده اند، و جهان نظاره گر است. مهمتر از ان، ايالات متحده نظاره گر است. اينترنت را دوباره وصل كنيد و به خبرنگاران اجازه دهيد ازادانه حركت كنند! كشتار مردم بزرگ ايران را متوقف كنيد! https://t.co/rzpx3Nfn03
— Donald J. Trump (@realDonaldTrump) January 12, 2020
એક તરફ જ્યાં અમેરિકા ઇરાન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે, તો બીજી તરફ ઇરાક સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણો પર ફરીથી રોકેટ સાથે હુમલો થયો. એવામાં બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. જોવામાં એ રહેશે કે હવે આગળ ઇરાન શું કહે છે. તમને જણાવી દઇએ કે ઇરાનની સેના દ્વારા 'માનવીય ચૂક'ના લીધે યૂક્રેનના યાત્રી વિમાનને નિશાન બનાવ્યા બાદ જ્યાંના નાગરિક સરકાર અને સેના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રંપ પોતાના ટ્વિટમાં પ્રદર્શનકારીઓની વાત કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રંપનું બીજું ટ્વિટ
National Security Adviser suggested today that sanctions & protests have Iran “choked off”, will force them to negotiate. Actually, I couldn’t care less if they negotiate. Will be totally up to them but, no nuclear weapons and “don’t kill your protesters.”
— Donald J. Trump (@realDonaldTrump) January 12, 2020
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઇરાનની રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ચીફ જનરલ કાસિમ સુલેમાની (Qasem Soleimani) ના મોત બાદ બંને દેશ આમને-સામને આવી ગયા છે. ઇરાને બદલો લેવાની વાત કહેતાં ઇરાક સ્થિત અમેરિકી એરબેસ પર એક ડઝનથી મિસાઇલો તાકી હતી. ઇરાની મીડિયાએ આ હુમલામાં લગભગ 80 અમેરિકીઓના મોતનો દાવો કર્યો છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આ વાતની મનાઇ કરી છે.
ઇરાન દ્વારા બદલાની વાત કહેવામાં આવી રહી છે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રંપ ઇરાનને ચેતાવણી આપી ચૂકી છે જો ઇરાને કોઇપણ અમેરિકી નાગરિક અથવા તેમની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે તો તેનું પરિણામ પહેલાં કરતાં ભયાનક હશે. ટ્રંપે લખ્યું કે ઇરાન જો કોઇપણ પ્રકારે અમેરિકાને નુકસાન પહોંચાડે છે તો અમેરિકા ઇરાન પર એવો હુમલો કરશે જે આજ સુધી થયો નહી હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે