ટ્રમ્પની પુત્રીના કારણે ભારતીય મૂળના નિક્કી હેલીને પદ છોડવું પડ્યું?

: સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલીએ અચાનક રાજીનામું આપી દેતા રાજકીય ભૂકંપ આવી ગયો છે.

ટ્રમ્પની પુત્રીના કારણે ભારતીય મૂળના નિક્કી હેલીને પદ છોડવું પડ્યું?

વોશિંગ્ટન: સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલીએ અચાનક રાજીનામું આપી દેતા રાજકીય ભૂકંપ આવી ગયો છે. આ સાથે અમેરિકી રાજકારણમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ હેલીની જગ્યા લઈ શકે છે. આ અટકળોને તે વખતે વધુ બળ મળ્યું જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યું કે જો તેમને ભાઈ-ભત્રીજાવાદની ફરિયાદો નહીં મળે તો તેમની પુત્રી ઈવાન્કા સંયુક્ત રાષ્ટ્રમાં દેશના રાજદૂત કરીતે 'પ્રભાવશાળી' સાબિત થશે. 

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું કે "ઈવાન્કા પ્રભાવશાળી સાબિત થશે. તેનો ભાઈ-ભત્રીજાવાદ સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ હું આજે જણાવવા માંગુ છું કે જે લોકો જાણે છે, તેમને ખબર છે કે ઈવાન્કા પ્રભાવશાળી સાબિત થશે. પરંતુ તમે જાણો છો કે ત્યારે મારા પર ભાઈ-ભત્રીજાવાદના આરોપો લાગશે." આ સાથે જ ટ્રમ્પે ઈવાન્કાને નિયુક્ત કરવાની સંભાવનાનાનો ઈન્કાર કર્યા વગર કહ્યું કે અમે અનેક લોકોના નામ પર વિચાર કરી રહ્યાં છીએ. 

ઈવાન્કા ટ્રમ્પે વાત ફગાવી
જો કે ઈવાન્કા ટ્રમ્પે પોતાના નામની થઈ રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા ટ્વિટ કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ રાજદૂત હેલીની જગ્યાએ સક્ષમ વ્યક્તિને નામિત કરશે. તેમણે કહ્યું કે વ્હાઈટ હાઉસમાં અનેક મહાન હસ્તીઓ સાથે કામ કરવું એક સન્માનની વાત છે. અને હું જાણું છું કે રાજદૂત હેલીની જગ્યાએ રાષ્ટ્રપતિ કોઈ સક્ષમ વ્યક્તિની પસંદગી કરશે. હેલીની જગ્યાએ હું નહીં હોઉ. 

ivanka trump

ઈવાન્કા ટ્રમ્પ (ફાઈલ ફોટો)

નોંધનીય છે કે ઈવાન્કા અને તેમના પતિ જોરેડ કુશ્નર વ્હાઈટ હાઉસમાં ટોચના સ્તરે અવૈતનિક સલાહકાર તરીકે કામ કરે છે. અન્ય કામો ઉપરાંત કુશ્નરને પશ્ચિમ એશિયામાં શાંતિ યોજના તૈયાર કરવાની જવાબદારી પણ સોંપાયેલી છે. 

નિક્કી હેલીનું રાજીનામું
ગણતરીના કલાકો પહેલા બધાને આશ્ચર્યમાં નાખીને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભારતીય મૂળના રાજદૂત નિક્કી હેલીએ મંગળવારે પદ પરથી રાજીનામું આપી દીધુ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 46 વર્ષની હેલીનું રાજીનામું સ્વીકારી પણ લીધુ. એક અનોખા પગલાં હેઠળ તેમણે ઓવલ ઓફિસમાં હેલીના રાજીનામાની જાહેરાત કરી અને તેમના કામના વખાણ કર્યા હતાં. 

ટ્રમ્પે હડબડીમાં બોલાવાયેલા પત્રકાર સંમેલનમાં કહ્યું કે હું (ઓવલ ઓફિસ વિદાય) આ કરવા માંગતો હતો  કારણ કે રાજદૂત નિક્કી હેલી મારા માટે ખાસ રહ્યાં છે. તેમણે અસાધારણ કામ કર્યા છે. તેઓ ખુબ જ સારું વ્યક્તિત્વ ધરાવે છે અને મહત્વપૂર્ણ છે. પરંતુ તે એવા પણ છે જે પોતાની વાત મનાવી લે છે. તેમણે લગભગ છ મહિના પહેલા કહ્યું હતું કે  હું થોડી રજાઓ ઈચ્છુ છું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news