એક એવું ભયાનક અને વિનાશકારી વાવાઝોડું, જેના કારણે પાકિસ્તાનના થયા હતા બે ટુકડાં
પૂર્વ પાકિસ્તાન (આજે બાંગ્લાદેશ)ના સમુદ્ર તટથી 12 નવેમ્બર 1970ના રોજ જોરદાર તોફાન ટકરાયું હતું. ત્યારબાદ વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન દ્વારા વિશ્વનું સૌથી વિનાશકારી ઉષ્ણ કટિબંધીય ચક્રવાત જાહેર કરવું પડ્યું. આ વાવાઝોડાએ મચાવેલી તબાહીએ પૂર્વ પાકિસ્તાનમાં એક ગૃહ યુદ્ધ છેડ્યું અને આખરે વિદેશી સૈન્ય હસ્તક્ષેપનો માર્ગ પ્રશસ્ત કર્યો.
Trending Photos
પૂર્વ પાકિસ્તાન (આજે બાંગ્લાદેશ)ના સમુદ્ર તટથી 12 નવેમ્બર 1970ના રોજ જોરદાર તોફાન ટકરાયું હતું. ત્યારબાદ વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન દ્વારા વિશ્વનું સૌથી વિનાશકારી ઉષ્ણ કટિબંધીય ચક્રવાત જાહેર કરવું પડ્યું. આ વાવાઝોડાએ મચાવેલી તબાહીએ પૂર્વ પાકિસ્તાનમાં એક ગૃહ યુદ્ધ છેડ્યું અને આખરે વિદેશી સૈન્ય હસ્તક્ષેપનો માર્ગ પ્રશસ્ત કર્યો. જેણે તેને બાંગ્લાદેશ તરીકે એક નવા રાષ્ટ્રમાં ફેરવ્યું. આ તોફાનના રાજકીય અને સામાજિક પરિણામ અને ઈતિહાસની ધારા બદલાવાનું એક ઉદાહરણ છે.
ચક્રવાતથી લગભગ 5 લાખ લોકોના મોત
ચક્રવાત ભોલાએ 3 લાખથી 5 લાખ લોકોના જીવ લીધા. જેમાંથી મોટાભાગના મોત બંગાળની ખાડીના તટ પર સ્થિત નીચાણવાળા વિસ્તારમાં થયા. લાખો લોકો રાતો રાત તેના ભોગ બની ગયા અને વિદ્વાનોએ લખ્યું કે અપૂરતી રાહતે અસંતોષ વધાર્યો, જેનો વધુ રાજકીય સ્તરે વધુ પ્રભાવ પડ્યો. સામાજિક અશાંતિ પેદા થઈ અને ગૃહ યુદ્ધ શરૂ થયું તથા નવા રાષ્ટ્રનું સર્જન થયું.
વિશેષજ્ઞોનું કહેવું છે કે આ રેકોર્ડમાં ઉપલબ્ધ સર્વાધઇક વિનાશકારી પ્રાકૃતિક આફતોમાં સામેલ છે અને 20મી સદીની સૌથી ભયાનક કુદરતી આફત છે. તોફાનના કાંઠાથી ટકરાતા પહેલા રેડિયો પર વારંવાર વિવરણ સાથે રેડ4, રેડ-4 ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. જો કે લોકો ચક્રવાત શબ્દથી પરિચત હતા અને તેમને એ ખબર નહતી કે રેડ-4નો અર્થ રેડ અલર્ટ છે.
191,951 મૃતદેહો મળ્યા હતા
ત્યાં 10 અંકવાળી ચેતવણી પ્રણાલીનો ઉપયોગ થતો હતો. જેમાં તોફાનની ભયાનકતાને દર્શાવવામાં આવતી હતી. પશ્ચિમી પાકિસ્તાન (આજનું પાકિસ્તાન) માં જનરલ યાહયા ખાનના નેતૃત્વવાળી તત્કાલિન સરકારે દાવો કર્યો હતો કે લગભગ 191,951 મૃતદેહો મળ્યા અને લગભગ 150000 લોકો ગૂમ છે. તેમના આંકડામાં એવા હજારો લોકોને સામેલ કરાયા નહતા જેઓ સમુદ્રમાં વહી ગયા હતા કે માટી નીચે દટાઈ ગયા કે પછી જે લોકો દૂર દૂરના ટાપુઓ પર હતા, જે પાછા ક્યારેય મળી શક્યા નહીં.
ગ્રામીણો વહી ગયા, પાક નષ્ટ થઈ ગયો. સૌથી વધુ પ્રભાવિત ઉપજિલ્લા તાજુમુદ્દીનમાં 45 ટકાથી વધુ વસ્તી (167000)ના મોત થયા હતા. અસહાય લોકો જીવ બચાવવા માટે ઝાડ પર ચડી ગયા પરંતુ પૂરપાટ પવનથી ઝાડ ઉખડી ગયા અને તેઓ સમુદ્રની રાક્ષસી લહેરોમાં ખેંચાઈ ગયા. ત્યારબાદ તેમના મૃતદેહો તટો પરથી મળી આવ્યા હતા. પૂર્વ પાકિસ્તાનનું રાજકીય નેતૃત્વ ખતરા સંભવિત કાંઠા વિસ્તાર પ્રત્યે પ્રદર્શિત કરાયેલી ઉદાસીનતાથી નારાજ થઈ ગયું. રાહત કાર્ય માટે અપૂરતી મશીનરી અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ હતી.
રાજકીય આંદોલનની શરૂઆત
વિશ્લેષકોએ દલીલ આપી કે રાજકીય ઉથલ પાથલ અને અલગાવ માટે 1970 ના ચક્રવાતને શ્રેય મળવું જોઈએ। તેમણે કહ્યું કે ભોલાએ પૂર્વ પાકિસ્તાનમાં રહેલા સામાજિક-રાજકીય અને આર્થિક તણાવને વધાર્યું. 1970ના ચક્રવાતે પૂર્વ પાકિસ્તાનની રાજકીય સંરચનાને બદલી નહી, પરંતુ તેણે પૂર્વ પાકિસ્તાનની સ્વાયત્તતાની માંગણીને હવા આપી. નેશનલ અવામી પાર્ટીના નેતા અબ્દુલ હામિદ ભાસનીએ કહ્યું કે સંઘીય પ્રશાસનના નિકમ્માપણાને કારણે કાંઠા વિસ્તારોમાં લાખો લોકોના જીવ બચાવવા માટે ખુબ જરૂરી પ ગલા ઉઠાવવા પ્રત્યે તેમની ઉદાસીનતાને પ્રદર્શિત કરે છે.
તેઓ લાંબી મુસાફરી કરીને તોફાન પ્રભાવિત વિસ્તારમાં પહોંચનારા પહેલા નેતા હતા. સવારની નમાજમાં તેમણે નોઆખલી જિલ્લામાં જેહાદનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અન્યાય વિરુદ્ધ સંઘર્ષ કરવો પડે છે અને તેમનું એક સ્વતંત્ર પૂર્વ પાકિસ્તાન હોવું જોઈએ. ત્યારબાદ અવામી લીગના નેતા શેખ મુજિબે ચક્રવાત ભોલાના પીડિતો માટે અવાજ ઉઠાવ્યો. આ રીતે એક કુદરતી આફતને રાજકીય રંગ મળ્યો.
(અહેવાલ સાભાર-ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે