UK PM Race: હવે બ્રિટિશ પીએમની રેસમાં માત્ર બે નામ, પાંચમાં રાઉન્ડમાં પણ ટોપ પર રહ્યાં ઋષિ સુનક
British PM Race: 137 મતની સાથે પાંચમાં રાઉન્ડમાં પણ ભારતીય મૂળના ઋષિ સુનક ટોપ પર રહ્યાં છે. તેમનો મુકાબલો લિઝ ટ્રસ સાથે થશે.
Trending Photos
લંડનઃ બ્રિટિશ પ્રધાનમંત્રીની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક પાંચમાં રાઉન્ડમાં ટોપ પર રહ્યાં છે. તેમને 137 મત મળ્યા છે. પાંચમાં રાઉન્ડના વોટિંગની સાથે કારોબાર મંત્રી પેની મોર્ડોટ પીએમની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમને 105 મત મળ્યા છે. હવે સુનકનો મુકાબલો વિદેશ મંત્રી લિઝ ટ્રસ સામે થશે. તેને પાંચમાં રાઉન્ડમાં 113 મત મળ્યા છે.
ઋષિ સુનકને તમામ પાંચ રાઉન્ડમાં સૌથી વધુ મત મળ્યા છે. તેમને ચોથા રાઉન્ડના વોટિંગમાં 118 મત મળ્યા હતા. તો સોમવારે ત્રીજા રાઉન્ડના વોટિંગમાં 115 મત મળ્યા હતા. બીજા રાઉન્ડના વોટિંગમાં 101 અને પ્રથમ રાઉન્ડમાં 88 મત મળ્યા હતા.
તો લિઝ ટ્રસને ચોથા રાઉન્ડમાં 86, ત્રીજામાં 71, બીજામાં 64 અને પ્રથમ રાઉન્ડમાં 50 મત મળ્યા હતા. પેની મોર્ડોટને ચોથા રાઉન્ડમાં 92, ત્રીજામાં 82, બીજામાં 83 અને પ્રથમ રાઉન્ડમાં 67 મત મળ્યા હતા.
Former British finance minister Rishi Sunak and Foreign Secretary Liz Truss made it through to the final stage of the leadership contest to replace UK Prime Minister Boris Johnson: Reuters
(File photos) pic.twitter.com/kTd1rQasOU
— ANI (@ANI) July 20, 2022
સુનક અને ટ્રસ વચ્ચે ડિબેટ
સુનલ અને ટ્રસ હવે બીબીસી પર સોમવારે થનારી લાઇવ ટીવી ડિબેટમાં પોતાની પ્રથમ આમને-સામનેની ટક્કર માટે તૈયાર છે.
ત્યારબાદ હવે ધ્યાન ટોરી પાર્ટીના સભ્ય આધારને પક્ષમાં કરવા પર હશે. અનુમાન અનુસાર આ સભ્યોની સંખ્યા લગભગ 160,000 છે, જે આ બે ઉમેદવારોમાંથી કોઈ એકના પક્ષમાં મતદાન કરશે. ઓગસ્ટના અંતમાં તે મતની ગણતરી કરવામાં આવશે અને 5 સપ્ટેમ્બર સુધી વિજેતાની જાહેરાત થશે.
આ પણ વાંચોઃ Hasta la vista, baby... અને નવા પ્રધાનમંત્રી માટે બ્રિટિશ સંસદની ખુરશી છોડી જતા રહ્યાં બોરિસ જોનસન
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા સર્વોચ્ચ મંત્રીઓએ પ્રધાનમંત્રી બોરિસ જોનસનથી નારાજગી વ્યક્ત કરતા કેબિનેટમાંથી રાજીનામુ આપ્યું હતું. તેમાં સુનક પણ સામેલ હતા. ત્યારબાદ બોરિસ જોનસને પ્રધાનમંત્રીનું પદ છોડ્વુ પડ્યું હતું. આગામી પ્રધાનમંત્રીની પસંદગી સુધી જોનસન પદ પર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે