ઈટાલીઃ તોફાનમાં પુલનો 200 મીટરનો ભાગ ધરાશાઈ, 30 લોકોના મોત
ઈટાલીના જિનોવા શહેરમાં એક પુલનો ભાગ પડવાથી 30 લોકોના મોત થયા છે.
Trending Photos
રોમઃ ઈટાલીના જિનોવા શહેરમાં એક પુલનો ભાગ ધરાશાઈ થવાથી ઓછામાં ઓછઆ 30 લોકોના મોત થયા છે. દેશના ઉપ પરિવહન મંત્રીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 30 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળની તસ્વીરો જણાવે છએ કે પુલનો ભાગ નીચે રેલવે લાઇન પર પડ્યો. કાર અને ટ્રક કાટમાળમાં દબાઇ ગયા અને આસપાસની ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. ઇતાવલી મીડિયાએ જણાવ્યું કે, મોરંડી પુલનો 200 મીટરનો ભાગ પડી ગયો. આ દુર્ઘટના તે હાઈવે પર થઈ જે ઈટાલીને ફ્રાસ્સ અને અન્ય રજા મનાવવાના રિસોર્ટને જોડે છે.
આ ઘટના કાલે થનારી મોટી ઇતાવલી રજા ફેર્રાગોસ્તોના એક દિવસ પહેલા થઈ છે. પુલ પર અવરજવર સામાન્ય દિવસની તુલનામાં વધુ રહી હશે કારણ કે ઘણઆ ઇતાવલી આ દરમિયાન સમુદ્ર કિનારા કે પર્વતિય વિસ્તારમાં જાય છે. ફાયર બ્રિગેડે જણાવ્યું કે ગેસ લાઇનો વિશે ચિંતા છે. એએનએસએ સંવાદ સમિતિ દ્વારા જારી તસ્વીરમાં દેખાડવામાં આવ્યું કે, પુલના બંન્ને ભાગ વચ્ચે મોટી ખાઇ છે. દેશના પરિવહન અને ઇન્ફ્રાસ્ટક્રચર મંત્રી ડૈનિલો ટોનીનેલ્લીએ ટ્વીટર પર કહ્યું, હું જિનોવામાં જે પણ થઈ રહ્યું છે તેના પર નજર રાખી રહ્યો છું. આ મોટી દુખદ ઘટના હોઈ શકે છે. ઈટાલીના ગૃહ મંત્રી માત્તેઓ સાલવિનીએ કહ્યું કે, તેઓ જિનોવાની ઘટનાની પળ-પળની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે અને ત્વરિત કાર્યવાહી માટે આપાત સેવાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે