ઘાતક વાયરસને હરાવવા ભારતના 'કોરોના કંટ્રોલ મોડલ'ને અનુસરી રહ્યો છે આ શક્તિશાળી દેશ
ભારત દેશ ખરેખર ભાગ્યશાળી છે કે તેને એક એવા રાષ્ટ્રવાદી નેતા મળ્યા છે જેને આખી દુનિયા સલામ કરી રહી છે. પીએમ મોદીનું કોરોના વિરુદ્ધનું યુદ્ધ સફળ રહ્યું છે અને ભારત આજે આ મહામારીના સાડા ચાર મહિના વીતવા છતાં સંક્રમણના ચોથા સ્ટેજ પર પહોંચ્યું નથી. હવે કોરોના સામેની જંગ જીતવા માટે ભારતે ઉઠાવેલા પગલાંનુ અનુકરણ એક શક્તિશાળી દેશ કરી રહ્યો છે અને તે છે યુરોપનું જર્મની.
Trending Photos
નવી દિલ્હી: ભારત દેશ ખરેખર ભાગ્યશાળી છે કે તેને એક એવા રાષ્ટ્રવાદી નેતા મળ્યા છે જેને આખી દુનિયા સલામ કરી રહી છે. પીએમ મોદીનું કોરોના વિરુદ્ધનું યુદ્ધ સફળ રહ્યું છે અને ભારત આજે આ મહામારીના સાડા ચાર મહિના વીતવા છતાં સંક્રમણના ચોથા સ્ટેજ પર પહોંચ્યું નથી. હવે કોરોના સામેની જંગ જીતવા માટે ભારતે ઉઠાવેલા પગલાંનુ અનુકરણ એક શક્તિશાળી દેશ કરી રહ્યો છે અને તે છે યુરોપનું જર્મની.
મર્કેલની બરાબર નજર છે ભારત પર
ભારતે સંક્રમણની જાણકારીના પ્રથમ દિવસથી જ એટલે કે 30 જાન્યુઆરીથી જ જે રીતે તત્પરતા દેખાડીને મહામારી રોકવા માટે પગલાં ભર્યા તેના કારણે ભારત પર કોરોનાનું સંક્રમણ પોતાનું અતિક્રમણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. હવે જર્મની પણ કોરોના સામેની જંગમાં લગભગ એ જ પગલાં ઉઠાવી રહ્યું છે જે અત્યાર સુધી ભારતે ઉઠાવ્યાં છે. જર્મનીના ચાન્સેલર મર્કેલે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પૂરેપૂરી સાવધાની ન રાખવામાં આવી તો નુકસાન ઘણું વધારે થઈ શકે છે.
જર્મનીએ પણ 3 મે સુધી લૉકડાઉન લંબાવ્યું
પીએમ મોદીએ હાલમાં જ ભારતમાં લૉકડાઉનની સમયમર્યાદા વધારીને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી અને તેના સફળ પાલન માટે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓની સામે આવીને તેમને આ અંગે વિસ્તૃત સમજ પણ આપી હતી. આ અગાઉ પણ પીએમ મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.
જુઓ LIVE TV
બરાબર એ જ દિવસે અને એ જ રીતે જર્મનીમાં પણ ચાન્સેલર એન્જેલા મર્કેલે પોતાના પ્રાંતના સર્વોચ્ચ નેતાઓ સાથે લૉકડાઉનને લઈને ઊંડી ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ તેમણે પણ ભારતની જેમ જ જર્મનીમાં પણ લૉકડાઉનને 3 મે સુધી લંબાવી દીધુ. વિશેષ વાત એ છે કે જર્મનીમાં આ લૉકડાઉન ત્રીજીવાર આગળ વધારવામાં આવ્યું છે.
મર્કેલે પણ દેશવાસીઓને કર્યા સંબોધિત
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે સ્થિતિની ગંભીરતાને સમજી છે અને તેના આધારે લૉકડાઉનને આગળ વધારવાની જાહેરાત કરી છે. તેમણે દેશવાસીઓને સંબોધન કરતા કહ્યું હતું કે જર્મની હાલ લૉકડાઉન હટાવવાનું જોખમ લઈ શકે તેમ નથી. મર્કેલે વધુમાં કહ્યું હતું કે જ્યાં સુધી કોરોના વાયરસની કોઈ દવા ન બની જાય ત્યાં સુધી જર્મનીએ આ વાયરસ સાથે જ જીવવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે