Germany એ ભારત અને બ્રિટન સહિત 5 દેશોના મુસાફરો પર લગાવેલો પ્રતિબંધ હટાવ્યો, પણ કરવું પડશે આ કામ
નવા નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિને જર્મનીમાં પ્રવેશવાની મંજૂરી રહેશે.
Trending Photos
નવી દિલ્હી: જર્મનીએ ભારતને મોટી રાહત આપી છે અને મુસાફરી પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. જર્મનીએ ભારત ઉપરાંત બ્રિટન, નેપાળ, રશિયા, અને પોર્ટુગલથી આવતા મુસાફરો ઉપરથી પણ પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. હવે આ દેશોના મુસાફરો જર્મનીની મુસાફરી કરી શકે છે. અત્રે જણાવવાનું કે આ દેશોમાં કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટના કેસ મળી આવ્યા હતા.
આ મુસાફરોને થશે ફાયદો
રોગ નિયંત્રણ અને રોકથામ માટે જવાબદાર જર્મન ફેડરલ સરકારી એજન્સી રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યૂટ (RKI)એ કહ્યું કે ભારત, નેપાળ, રશિયા, પોર્ટુગલ અને યુકેના મુસાફરો પરથી યાત્રા પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. આથી જે લોકો જર્મન નાગરિક કે ત્યાંના રહીશ નથી અને દેશમાં આવવા માંગે છે તેવા લોકોને મુસાફરી કરવી સરળ થશે.
મુસાફરોએ દેખાડવો પડશે નેગેટિવ રિપોર્ટ
નવા નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિને જર્મનીમાં પ્રવેશવાની મંજૂરી રહેશે. જો કે તેમણે આગમન પર કોરોના વાયરસ નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે અને 10 દિવસનો ક્વોરન્ટિન પીરિયડ જરૂરી રહેશે. હાલના નિયમો મુજબ જર્મનીમાં આ દેશોથી ફક્ત પોતાના નાગરિકોને જ પ્રવેશની મંજૂરી છે. જો કે તેમણે પણ 2 અઠવાડિયા ક્વોરન્ટિન રહેવું પડે છે.
ડેલ્ટા વેરિઅન્ટે ભારત-બ્રિટનમાં મચાવી તબાહી
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટે ભારત અને બ્રિટનમાં ખુબ તબાહી મચાવી છે. ડેલ્ટા વેરિઅન્ટ ખુબ ખતરનાક છે જેણે મોટા પાયે લોકોના જીવ લીધા છે. બ્રિટનમાં સતત ડેલ્ટા વેરિઅન્ટના નવા કેસ સામે આવી રહ્યા છે ત્યારબાદ લોકડાઉન વધારવામાં આવ્યું છે.
ભારતમાં બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો છે
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ 40 હજારથી ઓછા દૈનિક કેસ નોંધાયા હતા. દેશમાં હજુ પણ કોરોનાના 4 લાખ 82 હજાર 71 એક્ટિવ કેસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે