આઝાદી માર્ચમાં ઈમરાન ખાન પર હુમલો, ફાયરિંગ કરનારા શખ્સે શું કહ્યું તે ખાસ જાણો
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર હુમલો કરનારા વ્યક્તિના કબૂલાતનામાવાળો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિનું નામ ફૈઝલ ભટ્ટ છે. જોવામાં ફૈઝલ ભટ્ટ સામાન્ય નાગરિક જેવો લાગે છે. તેણે આ હુમલા અંગે જે કબૂલાતનામું આપ્યું છે તે જાણીને દંગ રહી જશો.
Trending Photos
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર હુમલો કરનારા વ્યક્તિના કબૂલાતનામાવાળો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિનું નામ ફૈઝલ ભટ્ટ છે. જોવામાં ફૈઝલ ભટ્ટ સામાન્ય નાગરિક જેવો લાગે છે. તેનું કહેવું છે કે તેણે ઈમરાન ખાન પર એટલા માટે હુમલો કર્યો કારણ કે પીટીઆઈ આઝાદી માર્ચ દરમિયાન મોટા અવાજે ગીતો વગાડી રહ્યા હતા અને તેનાથી અજાનમાં ખલેલ પડતી હતી.
અત્રે જણાવવાનું કે ગુરુવાર એટલે કે 3 નવેમ્બરના રોજ પાકિસ્તાનના ગુજરાંવાલાના અલ્લાહવાલા ચોક પર પીટીઆઈના ચેરમેન ઈમરાન ખાન પર હુમલો થયો હતો. ઈમરાન ખાનની આઝાદી માર્ચનો કાફલો ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આ હુમલો થયો હતો. ત્યારે ફૈઝલ ભટ્ટે ઈમરાન ખાન પર ફાયરિંગ કર્યું હતું. જો કે ત્યાં હાજર એક વ્યક્તિએ તેને પકડી લીધો.
જો કે ત્યાં સુધીમાં તો તે ફાયરિંગ કરી ચૂક્યો હતો. પાકિસ્તાની મીડિયા મુજબ આ હુમલામાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી. ત્યારબાદ તેના સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો.
અજાન દરમિયાન મ્યુઝિક...મારા અંતરાત્માને ન ગમ્યું
ઈમરાન ખાન પર હુમલો કરનારા વ્યક્તિએ પોતાના કબૂલાતનામામાં જે કહ્યું તે જાણીને વિચિત્ર લાગે. તેણે કહ્યું કે એકબાજુ અજાન થઈ રહી હતી અને બીજી બાજુ આ લોકો ડેક (ઓડિયો સિસ્ટમ) લગાવીને શોર કરી રહ્યા હતા. આ ચીજ મારા અંતરાત્માને ગમી નહીં. પછી નિર્ણય કર્યો કે હવે હું તેમને નહીં છોડું.
આ ઉપરાંત ફૈઝલ ભટ્ટે એમ પણ કહ્યું કે ઈમરાન ખાન લોકોને ગુમરાહ કરી રહ્યા હતા અને મારાથી આ જોઈ શકાયું નહીં અને મે તેમને મારવાની કોશિશ કરી.
ફૈઝલ ભટ્ટનું સંપૂર્ણ કબૂલાતનામું જાણવા માટે જુઓ Video...
🚨I wanted to kill Imran Khan only, attacker told Media. pic.twitter.com/1EaE1o7q6h
— Ihtisham Ul Haq (@iihtishamm) November 3, 2022
જો કે ફૈઝલનું આ નિવેદન પાકિસ્તાનની કોર્ટમાં કેટલું વ્યાજબી ઠરે છે તે જણાવવું હાલ તો મુશ્કેલ છે. પરંતુ જો કોઈ વ્યક્તિએ ફક્ત એ વાતને લઈને ઈમરાન ખાન પર હુમલો કર્યો હોય કે તેમની રેલીમાં શોરથી અજાનમાં ખલેલ પડી રહી હતી તો તેનાથી જાણી શકાય કે પાકિસ્તાનમાં ધાર્મિક કટ્ટરતા કયા લેવલ પર પહોંચી ચૂકી છે. બીજો મુદ્દો એ પણ હોઈ શકે કે બની શકે કે આ નિવેદન સુનિયોજિત હોય અને અસલ હુમલાખોરને બચાવવા અને આ મામલાની તપાસને બીજે વાળવા માટે હુમલાખોર પાસે આ નિવેદન અપાવવામાં આવ્યું હોય. જેથી કરીને અસલ ગુનેહગાર સામે આવી શકે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે