Gujarat Elections 2022: વિધાનસભા ચુંટણી ટાણે ગુજરાતમાં સક્રિય થયું 'ઠગ્સ ઓફ પોલિટિક્સ', ગુજરાતના બે નેતાઓને કહ્યું- ટિકિટ જોઇતી હોત તો....'
Gujarat Elections 2022: વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને સાયબર ઠગોએ કોલ કરી રાહુલ ગાંધીનો PA બોલું છું. તમારે ટિકિટ જોઇતી હોય તો ખર્ચ આપવો પડશે તેમ કહી બેંક ખાતા નંબર આપી રૂપિયાની માંગણી કર્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાત વિધાનસભા ચુંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાવધાન રહેજો. વિધાનસભા ચુંટણી ટાણે 'ઠગ્સ ઓફ પોલિટિક્સ' સક્રિય થયું છે. જેની એક ઘટના વડોદરામાં બની છે. પ્રદેશ કોંગ્રેસનાં વડોદરાનાં બે નેતાઓને ઠગવાનો પ્રયાસ થયો છે. વડોદરાનાં વધુ એક નેતા પાસે ટિકિટનાં નામે નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ચૂંટણી ટાણે જ સાયબર ઠગો ફરી એક મોકળું મેદાન મળ્યું હોય તેમ સક્રિય બન્યા છે. વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને સાયબર ઠગોએ કોલ કરી રાહુલ ગાંધીનો PA બોલું છું. તમારે ટિકિટ જોઇતી હોય તો ખર્ચ આપવો પડશે તેમ કહી બેંક ખાતા નંબર આપી રૂપિયાની માંગણી કર્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
સત્યજીત ગાયકવાડ બાદ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને ફેક કોલ કરી નાણાં માંગ્યા છે. તેઓ કોંગ્રેસનાં વોર્ડ નં.16 કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા છે. આ ઘટનામાં રાહુલ ગાંધીનાં પીએ કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરાઈ છે. ચુંટણીમાં ટિકિટ અપાવવાનાં નામે લાખો રૂપિયાની માંગણી કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાની વાઘોડિયા અને રાવપુરા બેઠક પર ટિકિટ અપાવવાનાં નામે ઠગાઇનો પ્રયાસ થયો હોય તેવી માહિતી સામે આવી રહી છે. વાઘોડિયા બેઠક પર સત્યજીત ગાયકવાડ અને રાવપુરા બેઠક પર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ પ્રબળ દાવેદાર છે.
સંયુક્ત ફરિયાદ
આ ઘટના સંદર્ભે ભથ્થુ અને સત્યજીત બંનેએ સંયુક્ત ફરિયાદ નોંધાવી છે. મુખ્ય ફરિયાદી ભથ્થુભાઇ બન્યા છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે 'ઠગ્સ ઓફ પોલિટિક્સ'ની તપાસ શરૂ કરી છે. બન્ને નેતાઓએ લખાવેલી ફરિયાદમાં જાણવા મળ્યું છે કે, વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે, Good evening, this side Kanisha singh, PA to Sh. Rahul Gandhiji. please call me.
ત્યારબાદ મેસેજ વાંચી ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ તે નંબર પર વોટ્સએપ કોલ કર્યો હતો. જેમાં સામેવાળાએ કોલ રિસિવ કરતાં કહ્યું કે, વર્ષ 2017માં વિધાનસભામાં તમારુ પરફોર્મન્સ સારુ હતું. આ વખતે તમારે રાવપુરા વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડવાનું છે? જો કે તે સમયે ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિચારીને બીજા દિવસે જવાબ આપીશું તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે