ઈરાનમાં મહિલાઓના ચહેરા અને ગુપ્તાંગો પર સુરક્ષાદળોનો પેલેટથી પ્રહાર, જાણો દમનની દર્દનાક દાસ્તાન
સુરક્ષાદળો દ્વારા ઈરાનમાં હાલ દમન ગુઝારવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 11 લોકોને મૃત્યુદંડ કરવામાં આવ્યો છે. જ્યારે 80 લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે. આ ઘર્ષણમાં અત્યાર સુધીમાં માનવાધિકાર જૂથોનો દાવો છે કે દેખાવકારો પર સુરક્ષાદળોની ક્રૂર કાર્યવાહીમાં 60 બાળકો સહિત 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. 18 હજાર લોકોની ધરપકડ કરાઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ લાંબા સમયથી ઈરાનમાં સુરક્ષાદળો અને નાગરિકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ત્યારે વિવિધ મુદ્દાઓ સાથે ન્યાયની લડતનું નામ આપીને દેખાવકારો રસ્તા ઉપર ઉતરીને દેખાવ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં સુરક્ષાદળો દ્વારા ક્રુરતા ભર્યું વર્તન કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સુરક્ષાદળો દ્વારા પેલેટ ઘનથી આ દેખાવકારોને ટાર્ગેટ કરવામાં આવે છે. સુરક્ષાદળના જવાનો દ્વારા દેખાવકારો પર પેલેટ ઘનથી પ્રહાર કરવામાં આવે છે. એટલું જ નહીં એક ચોંકાવનારા અને સનસનીખેજ સમાચાર પણ સામે આવ્યાં છે. જેમાં સામે આવ્યું છેકે, સુરક્ષાદળો દ્વારા મહિલાઓના ચહેરા અને તેમના નાજુક અંગોને ટાર્ગેટ કરવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓના ગુપ્તાંગોને ટાર્ગેટ કરીને તેના પર પેલેટ ઘન ચલાવવામાં આવતી હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.
સરકારથી છુપાઈને સારવાર કરતા ડૉક્ટરોએ કહ્યું- જેન્ડરના આધારે ઘામાં અંતર જોવા મળી રહ્યું છે. સારવાર માટે આવતી મોટાભાગની ઈરાની મહિલાઓના ચહેરા અને તેમના ગુપ્તાંગો પર પેલેટ ઘનથી પ્રહાર કરવામાં આવે છે. જેને કારણે પેલેટ ઘનના છરાથી તેમની સુંદરતા કાયમ માટે બગડી જાય. તેમનો ચહેરો ખરાબ થઈ જાય અને તેમના ગુપ્તાંગો પર પ્રહાર કરીને તેમની સ્થિતિ અત્યંત દયનીય બની દેવામાં આવી રહી છે.
ઈરાનમાં દેખાવો કરતી મહિલાઓ પર દમન યથાવત્ છે. ઘાયલ દેખાવકારોની સારવાર કરતા ડૉક્ટરો દાવો કરે છે કે સુરક્ષાદળો જાણીજોઈને મહિલાઓના ચહેરા અને નાજુક અંગો પર પેલેટથી પ્રહાર કરી રહ્યા છે. એવું એટલા માટે કરાઈ રહ્યું છે કેમ કે આ પ્રકારના ઘા લાંબા સમય સુધી રહે છે. પેલેટગનથી છોડાનાર પેલેટ પ્લાસ્ટિક અને ધાતુના બનેલા છરા હોય છે. અનેક ડૉક્ટર અને નર્સો છુપાઈને દેખાવકારોની સારવાર કરે છે. તેઓ કહે છે કે પુરુષો અને મહિલાઓના ઘામાં મોટું અંતર જણાય છે. પુરુષોની આંખો અને હાથ પગ ઉપરાંત પીઠ પર ઘા છે.
જ્યારે તેનાથી વિપરીત મહિલાઓના ચહેરા અને નાજુક અંગો પર ઘા દેખાય છે. ઈસ્ફહાન પ્રાંતના એક ડૉક્ટરે કહ્યું કે મહિલાઓના ચહેરા પર છરા એટલા માટે ઝીંકાઈ રહ્યા છે જેથી તેમની સુંદરતાનો અંત લાવી શકાય. મેં એક 20 વર્ષની છોકરીની સારવાર કરી. તેનાં અંગો પર પેલેટગનથી આશરે 12 પેલેટ ઝીંકાયા. તેમાંથી બે મોટા ઘા કરી ગયા અને યુવતીમાં વઝાઈનલ ઈન્ફેક્શનનો ખતરો વધી ગયો. સ્થિતિ એવી છે કે અનેક મહિલાઓને તો હોસ્પિટલ જતા પણ શરમ મહેસૂસ થાય છે જેના લીધે તે ઘરે જ સારવાર કરી રહી છે. બંદર અબ્બાસ શહેરના એક વિદ્યાર્થીને આંખ પર પેલેટથી હુમલો કરાયો.
અત્યાર સુધી ઓછામાં ઓછા 11 લોકોને મૃત્યુદંડ અપાયો છે. માનવાધિકાર જૂથોનો દાવો છે કે દેખાવકારો પર સુરક્ષાદળોની ક્રૂર કાર્યવાહીમાં 60 બાળકો સહિત 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. 18 હજાર લોકોની ધરપકડ કરાઈ. 80 દેખાવકારોને મોતની સજા સંભળાવાઈ છે. ગુરુવારે ફાંસી બાદ દેખાવો ઉગ્ર કરી દેવાયા હતા. ઈસ્લામિક રિપબ્લિકના કાયદાનું અમલ કરતી એજન્સીના કમાન્ડર ઈન ચીફ હુસૈન અશ્તરીએ કહ્યું કે પોલીસે દેખાવકારો પ્રત્યે અત્યાર સુધી સંયમ બતાવ્યો પણ હવે અમે કડકાઈ વધારીશું. ખરેખર 16 સપ્ટેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે ઇરાનમાં રેકોર્ડ 1641 વખત દેખાવો કરાયા. જોકે તેનાથી વિપરીત ચીનમાં લૉકડાઉન વિરુદ્ધ થઈ રહેલા દેખાવોને ત્યાંની સરકારે દબાવી દીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે